યોહાન ઈસુ વિશે સાક્ષી આપે છે
29 બીજે દિવસે ઈસુને પોતાની પાસે આવતાં જોઈને યોહાન કહ્યું, "જુઓ! ઈશ્વરનું હલવાન, જે જગતનું પાપ લઇ લે છે! 30 જેમનાં વિશે જે મેં કહ્યું તે આ છે, ‘જે મારી પાછળ આવે છે તેઓ મારી અગાઉ થયા છે કેમકે તેઓ મારી અગાઉ હતા.’ 31 હું પોતે તમને ઓળખતો ન હતો, પણ ઇઝરાયેલ આગળ તેઓ પ્રગટ થાય માટે હું પાણીથી બાપ્તિસ્મા કરતો આવ્યો છું."
32 ત્યારે યોહાને આ સાક્ષી આપી, મે આત્માને આકાશમાંથી "કબૂતરના રૂપમાં ઊતરતો જોયો, અને તે તેના પર રહયો. 33 અને મેં પોતે તેમને ઓળખ્યા નહિ, પણ જેણે મને પાણીથી બાપ્તિસ્મા કરવા માટે મોકલ્યો, તેણે મને કહ્યું, ‘જેનાં પર તું આત્માને ઉતરતો અને રહેતો જુએ તે જ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા આપનાર છે.’ 34 મેં જોયું છે ને સાક્ષી આપી છે, કે તે જ ઈશ્વરનો પસંદ કરેલો છે."
યોહાનના શિષ્યો ઈસુની પાછળ જાય છે
35 બીજે દિવસે ફરી યોહાન તેના બે શિષ્યો સાથે ત્યાં હતો. 36 જયારે તેણે ઈસુને ત્યાંથી પસાર થતા જોયા, ત્યારે તેણે કહ્યું, "જુઓ! ઈશ્વરનું હલવાન!"