Pular para o conteúdo
Publicidade

યોહાન 21:15-17

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

ઈસુ પિતરને પુનઃસ્થાપિત કરે છે

15 નાસ્તો કર્યા પછી, ઈસુએ સિમોન પિતરને કહ્યું, "યોહાનનાં દીકરા સિમોન, શું તું મને આ બધા કરતાં વિશેષ પ્રેમ કરે છે?"

પિતરે કહ્યું, "હા, પ્રભુ, તમે જાણો છો કે હું તમને પ્રેમ કરું છું."

ઈસુએ કહ્યું, "મારાંં ઘેટાંઓને પાળ."

16 ઈસુએ ફરીથી કહ્યું, "યોહાનનાં દીકરા સિમોન, શું તું મને પ્રેમ કરે છે?"

તેણે જવાબ આપ્યો, "હા, પ્રભુ, તમે જાણો છો કે હું તમને પ્રેમ કરું છું."

ઈસુએ કહ્યું, "તો મારાંં ઘેટાંની સંભાળ રાખ."

17 ત્રીજી વાર ઈસુએ તેને કહ્યું, "યોહાનનાં દીકરા સિમોન, શું તું મને પ્રેમ કરે છે?"

ઈસુએ ત્રીજી વાર પૂછયું, તેથી પિતર દુઃખી થયો. તેણે કહ્યું, "પ્રભુ, તમે બધું જાણો છો; તમે જાણો છો કે હું તમને પ્રેમ કરું છું."

ઈસુએ કહ્યું, "મારાંં ઘેટાંને પાળ.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    15 હવે તેઓએ નાસ્તો કર્યા બાદ ઈસુએ સિમોન પિતરને કહ્યું કે, ‘યોનાના દીકરા સિમોન, શું તું મારા પર તેઓના કરતા વધારે પ્રેમ રાખે છે? તેણે જવાબ આપ્યો કે, ‘હા પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું.’ ઈસુએ તેને કહ્યું કે, ‘મારાં ઘેટાંને પાળ.’" 16 તેઓ બીજી વખત તેને કહે છે કે, ‘યોનાના દીકરા સિમોન, શું તું મારા પર પ્રેમ રાખે છે? તેણે તેમને કહ્યું કે, ‘હા, પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું.’ ઈસુ તેને કહે છે કે, ‘મારાં ઘેટાંઓની સંભાળ રાખ.’"

    17 તેમણે ત્રીજી વખત તેને કહ્યું કે, ‘યોનાના દીકરા સિમોન, શું તું મારા પર હેત રાખે છે?’ પિતર દિલગીર થયો, કારણ કે ઈસુએ ત્રીજી વખત તેને પૂછ્યું હતું કે, ‘શું તું મારા પર હેત રાખે છે?’ અને તેણે તેમને કહ્યું કે, ‘પ્રભુ, તમે સર્વ જાણો છો;’ તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું. ઈસુ તેને કહે છે કે, ‘મારા ઘેટાંને પાળ.’"

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.