Pular para o conteúdo
Publicidade

માથ્થી 1:18-20,24,25

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

યોસેફ ઈસુને પોતાના પુત્ર તરીકે સ્વીકારે છે

18 ઈસુ મસીહના જન્મ વિષેની હકીકત આ મુજબ છે: તેમની માતા મરિયમની સગાઈ યોસેફ સાથે થઈ હતી પરંતુ તેમના મિલાપ થયા અગાઉ, તે પવિત્ર આત્માથી સગર્ભા થયેલી જણાઈ. 19 કારણ કે તેનો પતિ યોસેફ નિયમને વફાદાર હતો, અને છતાં જાહેરમાં તેને બદનામ કરવા માંગતો ન હતો, તેથી તેણે છુંપી રીતે છૂટાછેડા લેવાનું મનમાં ધાયુઁ.

20 પણ તેણે આ વાતનો વિચાર કયાઁ પછી, પ્રભુના એક દૂતે સ્વપ્નમાં તેને દશઁન આપીને કહ્યું કે, "યોસેફ, દાવિદના દીકરા! મરિયમને તારી પત્ની તરીકે ઘરે લઈ જવા ગભરાઈશ નહિ; કારણ કે, તેને જે ગર્ભ રહેલો છે, તે પવિત્ર આત્માથી છે.

24 જયારે યોસેફ જાગ્યો, ત્યારે તેણે દૂતના આદેશનું પાલન કર્યું, અને તે મરિયમને તેની પત્ની તરીકે ઘરે તેડી લાવ્યો. 25 પરંતુ મરિયમને પુત્રનો પ્રસવ ન થયો ત્યાં સુધી યોસેફે તેને જાણી નહિ. અને તેણે તેનું નામ ઈસુ પાડયું.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    18 ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો. તેમની મા મરિયમની સગાઈ યૂસફ સાથે થયા પછી, તેઓનો શારીરિક સંબંધ થયા અગાઉ તે પવિત્ર આત્માથી ગર્ભવતી થયેલી જણાઈ. 19 તેનો પતિ યૂસફ એક પ્રામાણિક માણસ હતો, પણ તે જાહેરમાં તેનું અપમાન કરવા ન ચાહતો હતો. તેથી તેણે ગુપ્ત રીતે તેની સાથે સગાઈ તોડી નાખવાનો નિર્ણય કર્યો.

    20 જયારે તે એ બાબત વિશે વિચારતો હતો, ત્યારે પ્રભુનો દૂત તેને સ્વપ્નમાં દેખાયો અને કહ્યું કે, "યૂસફ, દાઉદના દીકરા, તું તારી પત્ની મરિયમને તેડી લાવવાને બીશ નહિ; કેમ કે તેના ગર્ભમાં જે બાળક છે તે પવિત્ર આત્માથી છે.

    24 ત્યારે યૂસફે ઊંઘમાંથી ઊઠીને જેમ પ્રભુના સ્વર્ગદૂતે તેને આજ્ઞા આપી હતી તેમ કર્યું; તે પોતાની પત્નીને તેડી લાવ્યો. 25 મરિયમને દીકરો થયો ત્યાં સુધી યૂસફે મરિયમની સાથે શારીરિક સંબંધ કર્યો નહિ; અને તેણે તેમનું નામ ઈસુ પાડ્યું.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.