Pular para o conteúdo
Publicidade

માથ્થી 10:26-31

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

26 "માટે તેઓથી ડરશો નહિ, માટે એવું કંઈ છુપાયલું નથી કે જે જાહેર કરવામાં ન આવે અથવા એવું કઈ ગુપ્ત નથી જે જાણવામાં ન આવે. 27 હું તમને અંધકારમાં જે કહું છું તે અજવાળામાં કહો, તમારા કાને જે સાંભળો છો, તેને છાપરાં પરથી પોકારાશે. 28 જેઓ શરીરનો નાશ કરી શકે છે પણ આત્માને કાંઈ કરી શકતા નથી, તેઓથી ડરો નહિ. એના કરતા તમારાં આત્મા અને દેહ બંનેનો નરકમાં જે નાશ કરી શકે છે તેનાથી બીહો. 29 શું બે ચકલીઓ એક પૈસામાં વેચાતી? તેમ છતાં તેઓ તમારાં પિતાની જાણ બહાર તેમાંની એક પણ જમીન પર પડતી નથી. 30 અને તમારાંં માથાનાં બધા વાળ પણ ગણેલાં છે. 31 તેથી ગભરાશો નહિ; ઈશ્વરની નજરમાં ઘણી ચકલીઓ કરતાં તમે વધારે મૂલ્યવાન છો.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    26 તે માટે તેઓથી તમે ગભરાશો નહિ, કેમ કે ઉઘાડું નહિ કરાશે એવું કંઈ ઢાંકેલું નથી, અને પ્રગટ નહિ થશે એવું કશું ગુપ્ત નથી. 27 હું તમને અંધારામાં જે કહું છું તે તમે અજવાળામાં કહો, તમે કાને જે સાંભળો છો તે ધાબાઓ પરથી પ્રગટ કરો.

    28 શરીરને જેઓ મારી નાખે છે, પણ આત્માને મારી નાખી શકતા નથી, તેઓથી બીહો મા. પણ એના કરતાં આત્મા તથા શરીર એ બન્નેનો નાશ નર્કમાં કરી શકે છે તેનાથી ગભરાઓ. 29 શું ચકલીઓ બે પૈસે વેચાતી નથી? તોપણ તમારા પિતાની ઇચ્છા વગર તેમાંથી એક પણ જમીન પર પડનાર નથી. 30 તમારા માથાના બધા વાળ પણ ગણેલા છે. 31 તે માટે ગભરાશો નહિ; ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.