7 જયારે યોહાનનાં શિષ્યો પાછા જતા હતા, ઈસુ લોકોને યોહાન વિષે કહેવા લાગ્યા, "અરણ્યમાં તમે શું જોવા ગયા? શું પવનથી હાલતાં ઘાસને? 8 જો ના, તો તમે શું જોવા ગયા? શું સુંદર વસ્ત્રો પહેરેલાં માણસને? ના જેઓ સુંદર વસ્ત્રો પહેરે છે તેઓ રાજમહેલમાં છે, 9 તો પછી તમે શું જોવા બહાર ગયા? શું પ્રબોધકને? હા, હું તમને કહું છું, પ્રબોધક કરતાં અધિક છે તેને. 10 આ એ છે કે જેના વિષે લખવામાં આવ્યું છે:
" ‘હું તમારી આગળ મારો સંદેશાવાહક મોકલીશ,
જે તમારી આગળ તમારો માગઁ તૈયાર કરશે.’