Pular para o conteúdo
Publicidade

માથ્થી 12:46-50

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

ઈસુની માતા અને ભાઈઓ

46 જયારે હજુ ઈસુ ટોળાની સાથે વાત કરતા હતા, ત્યારે તેમનાં માતા અને ભાઈઓ બહાર ઊભા હતા ને તેમની સાથે વાત કરવા રાહ જોતાં હતાં. 47 કોઈએ તેમને કહ્યું, "તમારા માતા અને ભાઈઓ બહાર ઊભા છે ને તેઓ તમારી સાથે વાત કરવા માંગે છે."

48 તેમણે તેમને જવાબ આપ્યો, "મારી માતા કોણ છે અને મારા ભાઈઓ કોણ છે?" 49 પોતાના શિષ્યો તરફ આંગળી ચીંધીને તેમણે કહ્યું, "આ રહ્યાં મારી માતા અને મારા ભાઈઓ. 50 જે કોઈ સ્વર્ગમાંના મારા પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે, તે જ મારા ભાઈ, બહેન અને માતા છે."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    46 ઈસુ લોકોને હજુ વાત કહેતાં હતા એટલામાં જુઓ, તેમની મા તથા તેમના ભાઈઓ બહાર આવીને ઊભા હતાં, અને તેમની સાથે વાત કરવા ચાહતા હતાં. 47 ત્યારે કોઈએ તેમને કહ્યું કે, "જુઓ, તમારી મા તથા તમારા ભાઈઓ બહાર ઊભા છે, તેઓ તમારી સાથે વાત કરવા ચાહે છે."

    48 પણ પેલા કહેનારને તેમણે ઉત્તર દેતાં કહ્યું કે, "મારી મા કોણ છે? અને મારા ભાઈઓ કોણ છે?" 49 તેમણે પોતાના શિષ્યોની તરફ પોતાનો હાથ લંબાવીને કહ્યું કે, "જુઓ મારી મા તથા મારા ભાઈઓ! 50 કેમ કે મારા સ્વર્ગમાંના પિતાની ઇચ્છા પ્રમાણે જે કોઈ કરે, તે જ મારો ભાઈ, બહેન તથા મા છે."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.