10 શિષ્યોએ તેમની પાસે આવીને પૂછયું, "તમે લોકો સાથે દ્રષ્ટાંતોમાં શા માટે બોલો છો?"
11 તેમણે જવાબ આપ્યો, "કારણ કે ઈશ્વરના રાજ્યના મમોઁ જાણવાનું જ્ઞાન તમને આપવામાં આવેલ છે, પણ તેઓને નહિ. 12 જેની પાસે છે તેને વધારે આપવામાં આવશે અને તેની પાસે પુષ્કળ થશે, પણ જેની પાસે નથી તેની પાસે જે છે તે પણ લઈ લેવામાં આવશે." 13 આ માટે તેઓની સાથે હું દ્રષ્ટાંતોમાં બોલુ છું:
"જો કે જોતાં, તેઓ જોતાં નથી
જો કે સાંભળતા, તેઓ સાંભળતા નથી, અને સમજતા નથી.
14 તેઓમાં યશાયા પ્રબોધકની ભવિષ્યવાણી પૂરી થઇ છે:
" ‘તમે સર્વદા સાંભળ્યા કરશો પણ કદી સમજશો નહિ;
તમે સર્વદા જોયા કરશો પણ કદી જાણશો નહિ;
15 કેમકે આ લોકોનું હૃદય જડ થઈ ગયું છે.
તેઓ પોતાના કાનથી ભાગ્યે જ સાંભળે છે, અને તેઓએ પોતાની આંખો બંધ કરી છે
નહિ તો કદાચ તેઓ પોતાની આંખોથી જુએ,
પોતાના કાનથી સાંભળે,
પોતાના હૃદયથી સમજે,
અને પાછા ફરે અને હું તેઓને સાજા કરું.’
16 પરંતુ ધન્ય છે તમારી આંખોને કેમકે તે જુએ છે અને તમારાં કાનોને કેમકે તે સાંભળે છે. 17 કેમકે હું તમને સાચે જ કહું છું, તમે જે જોયું તે જોવાની ઘણા પ્રબોધકો અને ન્યાયીઓએ ઈચ્છા રાખી, પણ જોવા પામ્યા નહિ. તમે જે સાંભળ્યું તે સાંભળવા ઈચ્છા રાખી, પણ સાંભળ્યું નહિ.