Pular para o conteúdo
Publicidade

માથ્થી 13:18-23

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

18 "તો પછી વાવનારના દ્રષ્ટાંતનો અથઁ શું છે તે સાંભળો: 19 જયારે કોઈ રાજ્ય વિશેનો સંદેશ સાંભળે છે, અને તે સમજતો નથી. પછી શેતાન આવીને, તેના હૃદયમાં જે વાવેલું તે છીનવી લઈ જાય છે. પગદંડી પર પડેલા બી તે એ જ છે 20 ખડકાળ જમીન પર પડેલા તે બી તેમને દશાઁવે છે કે, જે સાંભળીને તરત જ તેને આનંદથી સ્વીકારી લે છે. 21 પણ તેનામાં મૂળ નહિ હોવાથી, તેઓ થોડી જ વાર ટકે છે, જયારે વચનને લીધે મુશ્કેલીઓ અથવા સતાવણી આવે છે ત્યારે તેઓ તરત પડી જાય છે. 22 ઝાંખરા મા પડેલા તે બી તેમને દશાઁવે છે જે વચન સાંભળે છે, પણ આ જીવનની ચિંતાઓ અને દ્રવ્યલોભ વચનને દાબી દે છે ને તે ફળદાયક રહેતું નથી. 23 સારી જમીન પર પડેલા બી તેમને દર્શાવે છે, જે વચન સાંભળે છે, તે એ છે કે જે ઉપજ આપે છે, જે વાવ્યું હતુ તેને સો, સાઠ અને ત્રીસ ગણાં ફળ આપે છે."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    18 હવે વાવનારનું દ્રષ્ટાંત સાંભળો. 19 ‘જયારે રાજ્યનું વચન કોઈ સાંભળે છે, પણ સમજતો નથી, ત્યારે શેતાન આવીને તેના મનમાં જે વાવેલું તે છીનવી લઈ જાય છે; રસ્તાની કોરે જે બીજ વાવેલું તે એ જ છે.

    20 પથ્થરવાળી જમીન પર જે બીજ વાવેલું તે એ છે કે, તે વચન સાંભળીને તરત હર્ષથી તેને સ્વીકારી લે છે; 21 તોપણ તેના પોતામાં જડ નહિ હોવાથી તે થોડી જ વાર ટકે છે, જયારે વચનને લીધે વિપત્તિ અથવા સતાવણી આવે છે, ત્યારે તરત તે પાછા પડે છે.

    22 કાંટાનાં જાળાંમાં જે બીજ વાવેલું તે એ છે કે, તે વચન સાંભળે છે, પણ આ ભૌતિક જગતની ચિંતા તથા દ્રવ્યની માયા વચનને દબાવી નાખે છે, અને તે નિષ્ફળ થઈ જાય છે. 23 સારી જમીન પર જે બીજ વાવેલું તે એ છે કે, તે વચન સાંભળે છે, સમજે છે, અને તેને નિશ્ચે ફળ લાગે છે, એટલે કોઈને સોગણાં, તો કોઈને સાંઠગણાં, અને કોઈને ત્રીસગણાં લાગે છે."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.