Pular para o conteúdo
Publicidade

માથ્થી 13:24,31,33,44,45,47

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

કડવા દાણાનું દ્રષ્ટાંત

24 ઈસુએ તેઓને બીજું દ્રષ્ટાંત કહ્યું કે: "સ્વર્ગનું રાજ્ય, પોતાના ખેતરમાં સારું બી વાવનાર એક માણસના જેવું છે.

રાંઇના બી નું અને ખમીર નું દ્રષ્ટાંત

31 તેમણે બીજું દ્રષ્ટાંત કહ્યું: "સ્વર્ગનું રાજ્ય રાઈના બી જેવું છે. જેને એક માણસે લઇને તેનાં ખેતરમાં વાવ્યું

33 તેમણે તેમને બીજું એક દ્રષ્ટાંત કહ્યું: "સ્વર્ગનું રાજ્ય તે ખમીર જેવું છે, એક સ્ત્રીએ લઈને ત્રણ માપ લોટમાં ભેળવ્યું, જયાં સુધી તે બધો ખમીરવાળો થયો."

સંતાડેલું દ્રવ્ય અને મોતીનું દ્રષ્ટાંત

44 "સ્વર્ગનું રાજ્ય ખેતરમાં સંતાડેલા દ્રવ્ય જેવું છે. જયારે એક માણસને તે મળ્યું તેણે તે ફરીથી છુપાવી દીધું, ને તેના હષઁને લીધે તેણે જઈ પોતાનું જે કાંઈ હતું તે બધું વેચી દઈને તે ખેતર ખરીદી લીધું.

45 "વળી, સ્વર્ગનું રાજ્ય ઉત્તમ મોતીની શોધનાર વેપારીના જેવું છે.

જાળનું દ્રષ્ટાંત

47 "ફરીવાર સ્વર્ગનું રાજ્ય જાળનાં જેવું છે કે જેને સરોવરમાં નાખી અને દરેક જાતની માછલીઓ પકડાય.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    24 ઈસુએ તેઓની આગળ બીજું દ્રષ્ટાંત પ્રગટ કરતાં કહ્યું કે, "સ્વર્ગનું રાજ્ય એવા માણસના જેવું છે કે જેણે પોતાના ખેતરમાં સારું બી વાવ્યું.

    31 ઈસુએ તેઓની આગળ બીજું દ્રષ્ટાંત પ્રગટ કરતાં કહ્યું કે, "સ્વર્ગનું રાજ્ય રાઈના બીજ જેવું છે, જેને એક વ્યક્તિએ લઈને પોતાના ખેતરમાં વાવ્યું.

    33 તેમણે તેઓને બીજું દ્રષ્ટાંત કહ્યું કે, "સ્વર્ગનું રાજ્ય ખમીર જેવું છે કે, જેને એક સ્ત્રીએ લઈને ત્રણ માપ લોટમાં મેળવી દીધું, એટલે સુધી કે તે બધો ખમીરવાળો થઈ ગયો."

    44 વળી સ્વર્ગનું રાજ્ય ખેતરમાં સંતાડેલા દ્રવ્ય જેવું છે; કે જે એક માણસને મળ્યું, પછી તેણે તે સંતાડી રાખ્યું. તેના હર્ષને લીધે જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખીને તે ખેતર વેચાતું લીધું.

    45 વળી સ્વર્ગનું રાજ્ય સારાં મોતી શોધનાર કોઈ એક વેપારીના જેવું છે.

    47 વળી સ્વર્ગનું રાજ્ય જાળના જેવું છે, જેને સમુદ્રમાં નાખવામાં આવ્યું, અને દરેક જાતનાં સમુદ્રજીવો તેમાં સમેટાયા.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.