Pular para o conteúdo
Publicidade

માથ્થી 13:24-30

કડવા દાણાનું દ્રષ્ટાંત

24 ઈસુએ તેઓને બીજું દ્રષ્ટાંત કહ્યું કે: "સ્વર્ગનું રાજ્ય, પોતાના ખેતરમાં સારું બી વાવનાર એક માણસના જેવું છે. 25 પણ જયારે બધા ઊંઘતા હતા ત્યારે, તેનો દુશ્મન આવ્યો અને તેણે ઘઉંમા કડવા દાણા વાવીને ચાલ્યો ગયો. 26 જયારે ઘઉં ઉગ્યા ને ઉંબીઓ આવી, ત્યારે કડવા દાણા પણ દેખાયા.

27 "માલિકનાં નોકરોએ તેની પાસે આવીને કહ્યું, ‘સાહેબ, તમે શું તમારા ખેતરમાં સારું બી વાવ્યું ન હતું? તો કડવા દાણા ક્યાંંથી આવ્યા?’

28 "તેણે જવાબ આપ્યો, ‘એ કોઈ દુશ્મને કયુઁ છે.’

"નોકરોએ તેમને પૂછયું, ‘શું તમારી ઇચ્છા છે કે અમે જઈને તેઓને ઉખેડી નાખીએ?’

29 "તેણે જવાબ આપ્યો, ‘ના, કેમકે જયારે કડવા ઉખેડવા જતા, તમે ઘઉંને તેમની સાથે ઉખેડી નાખો. 30 કાપણી સુધી બંનેને સાથે વધવા દો. તે સમયે હું કાપણી કરનારને કહીશ કે, પહેલાં કડવાને એકઠા કરો અને બાળવા સારું તેના ભારા બાંધો, અને ઘઉંને ભેગા કરો અને મારી કોઠારમાં લાવો.’ "

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.