Pular para o conteúdo
Publicidade

માથ્થી 13:3-8

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

3 પછી તેમણે દ્રષ્ટાંતોમા ઘણી વાતો કહી; કે "એક ખેડૂત તેના બી વાવવા બહાર ગયો, 4 જયારે તે બી વાવતો હતો, કેટલાક પગદંડીની બાજુએ પડયાં, અને પક્ષીઓ આવ્યા અને તે ખાઈ ગયાં. 5 કેટલાક ખડકાળ જમીન પર પડયાં, જયાં વધારે માટી ન હતી, તેથી તે જલદી ઊગી નીકળ્યાં. કેમકે જમીન છિછરી હતી. 6 પણ જયારે સૂર્ય ઉપર આવ્યો ને છોડ ચીમળાઈ ને સુકાઈ ગયા, કેમકે તેમને મૂળ ન હતા. 7 કેટલાક બી કાંટા ઝાંખરામાં પડયાં, જે વધ્યાં અને છોડને દબાવી દીધા. 8 હજુ બીજા બી સારી જમીન પર પડયાં, જયાં તેને ફળ આવ્યા, તેમાંથી સો ગણાં, સાઠગણાં, અને ત્રીસ ગણાં ફળ ઉત્પન્ન થયાં.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    3 ઈસુએ દ્રષ્ટાંતોમાં તેઓને ઘણી વાતો કહેતાં કહ્યું કે, "જુઓ, વાવનાર વાવવાને બહાર ગયો. 4 તે વાવતો હતો ત્યારે કેટલાક બીજ રસ્તાના કિનારે પડ્યાં; એટલે પક્ષીઓ આવીને તે ખાઈ ગયા. 5 કેટલાક પથ્થરવાળી જમીન પર પડ્યાં, જ્યાં ઘણી માટી ન હતી; તેને માટીનું ઊંડાણ ન હતું માટે તે વહેલાં ઊગી નીકળ્યાં. 6 પણ જયારે સૂર્ય ઊગ્યો ત્યારે તે ચીમળાઈ ગયા, તેને જડ ન હોવાથી તે સુકાઈ ગયા.

    7 કેટલાક કાંટાનાં ઝાડવામાં પડ્યાં; કાંટાનાં ઝાડવાએ વધીને તેને દબાવી નાખ્યાં. 8 બીજાં સારી જમીન પર પડ્યાં, તેઓએ ફળ આપ્યાં; કેટલાકે સોગણાં, કેટલાકે સાંઠગણાં, અને કેટલાક ત્રીસગણાં.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.