Pular para o conteúdo
Publicidade

માથ્થી 14:13-21

ઈસુ પાંચ હજારને જમાડે છે

13 જયારે ઈસુએ જે બન્યું હતું તે સાંભળ્યું, તેઓ હોડીમાં ઉજજડ જગ્યાએ એકાંતમાં ગયા, આ વિષે સાંભળીને ટોળું નગરમાંથી પગ રસ્તે તેમની પાછળ ગયા. 14 જયારે ઈસુ ઉતયાઁ અને મોટું ટોળું જોયું, ત્યારે તેમને તેઓના પ્રત્યે કરુણા ઊપજી અને તેઓમાંના રોગીઓને સાજા કર્યા.

15 સાંજ પડી, ત્યારે શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું, "આ સ્થળ ઉજજડ છે, અને હવે ઘણું મોડું થઇ ગયું છે. ટોળાને વિદાય કરો, જેથી તેઓ ગામોમાં જઈને પોતાને સારું ખોરાક ખરીદી લે."

16 ઈસુએ જવાબ આપ્યો, "તેઓને જવાની જરૂર નથી. તમે તેઓને કંઈક ખાવાનું આપો!"

17 તેઓએ જવાબ આપ્યો કે, અહીં અમારી પાસે તો માત્ર પાંચ રોટલી અને બે માછલી છે.

18 તેમણે કહ્યું, "તે અહીં મારી પાસે લાવો." 19 અને તેણે લોકોને ઘાસ પર બેસી જવા જણાવ્યું. તેમણે પાંચ રોટલી અને બે માછલી લઈને આકાશ તરફ જોઈને ઈશ્વરનો આભાર માન્યો, અને રોટલી ભાંગી. પછી તેમણે તે શિષ્યોને આપીને શિષ્યોએ લોકોને આપી. 20 તેઓ બધાએ ધરાઈને ખાધું, અને શિષ્યોએ વધેલાં ટુકડાઓની બાર ટોપલીઓ ઉઠાવી. 21 સ્ત્રીઓ અને બાળકો ઉપરાંત જેઓ જમ્યાં તેઓ લગભગ પાંચ હજાર પુરુષો હતા.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.