Pular para o conteúdo
Publicidade

માથ્થી 14:25-31

25 સવારના થોડા સમય પહેલાં સરોવર પર ચાલીને ઈસુ તેઓની પાસે જતા હતા. 26 જયારે શિષ્યોએ તેમને પાણી પર ચાલતાં જોઈને તેઓ બી ગયાં, તેઓએ કહ્યું "તે કોઈ ભૂત છે!" ને બીકથી તેઓએ બુમ પાડી.

27 પણ ઈસુએ તરત તેઓને કહ્યું, "ગભરાશો નહિ, હિંમત રાખો! એ તો હું છું!"

28 ત્યારે પિતરે તેમને જવાબ આપ્યો, "પ્રભુ! જો એ તમે હો, તો મને કહો કે હું પાણી પર ચાલીને તમારી પાસે આવું."

29 તેમણે એ કહ્યું, "આવ!"

તેથી પિતર હોડીમાંથી ઊતરીને પાણી પર ચાલીને ઈસુની તરફ આવવાં લાગ્યો. 30 પણ જયારે તેણે પવન જોયો, ત્યારે તે ડરી ગયો અને ડુબવા લાગ્યો. ને બૂમ પાડી ઊઠયો, "પ્રભુ, મને બચાવો!"

31 તરત જ ઈસુએ હાથ લાંબો કરીને તેને પકડી લીધો અને તેમણે કહ્યું, "ઓ અલ્પવિશ્વાસી! તેં કેમ સંદેહ આણ્યો?"

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.