Pular para o conteúdo
Publicidade

માથ્થી 15:3-6

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

3 ઈસુએ જવાબ આપ્યો, "પણ તમારી રીતરિવાજોને ખાતર તમે ઈશ્વરની આજ્ઞાઓનો ભંગ કેમ કરો છો? 4 કેમકે ઈશ્વરે કહ્યું છે કે ‘તારાં માતાપિતાને સન્માન કર’ અને જે કોઈ પોતાનાં માતાપિતાને શાપ દે, તે માર્યો જાય. 5 પરંતુ જો કોઈ પોતાના માતાપિતાને કહે, ‘મારાંથી તમને જે કાંઈ મદદ કરાય તે બધું મેં ઈશ્વરને અર્પી દીધું છે.’ 6 તેનાથી તેઓ પોતાના માતાપિતાને સન્માન ન આપે, એમ તમે તમારા રીતરિવાજોથી ઈશ્વરના વચનને રદ કરો છો.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    3 પણ ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, "તમે તમારા રિવાજોથી ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરો છો?"

    4 કેમ કે ઈશ્વરે કહ્યું છે કે, ‘તમે તમારા માતાપિતાનું સન્માન કરો’ અને ‘જે કોઈ પોતાના માતાપિતાની નિંદા કરે તે નિશ્ચે માર્યો જાય.’ 5 પણ તમે કહો છો કે, ‘જે કોઈ પોતાના માતાપિતાને કહેશે કે, "જે વડે મારાથી તમને લાભ થયો હોત તે ઈશ્વરને અર્પિત છે,’" 6 તો તેઓ ભલે પોતાના માતાપિતાનું સન્માન ન કરે; એમ તમે તમારા રિવાજથી ઈશ્વરની આજ્ઞાને રદ કરી છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.