Pular para o conteúdo
Publicidade

માથ્થી 16:1-4

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

ચિહ્ન માટે માંગણી

1 ફરોશીઓ અને સાદૂકીઓ ઈસુની પાસે આવીને કસોટી કરતા કહ્યું કે તેમને આકાશમાંથી કોઈ નિશાની બતાવો.

2 તેમણે જવાબ આપ્યો, "જયારે સાંજે પડે છે ત્યારે તમે કહો છો કેમકે આકાશ રાતુ છે માટે વાતાવરણ સ્વચ્છ રહેશે. 3 અને સવારમાં, આજે તે તોફાની હશે કેમકે આકાશ રતુમડું અને ઘેરાયેલું છે. આમ આકાશનું રૂપ તમે પારખી જાણો છો, પરંતુ સમયના એ ચિન્હો તમે પારખી શકતા નથી! 4 દુષ્ટ અને વ્યભિચારી પેઢી નિશાની જોવા માંગે છે, પણ યોનાની નિશાની સિવાય બીજું કંઈ તેને આપવામાં આવશે નહિ." પછી ઈસુ તેઓને મૂકીને ચાલ્યા ગયા.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    1 ફરોશીઓએ તથા સદૂકીઓએ આવીને ઈસુનું પરીક્ષણ કરતાં સ્વર્ગથી કોઈ ચમત્કારિક ચિહ્ન કરી બતાવવાની માંગણી કરી. 2 પણ તેમણે ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, "સાંજ પડે છે ત્યારે તમે કહો છો કે ‘હવામાન સારું થશે, કેમ કે આકાશ લાલ છે.’"

    3 સવારે તમે કહો છો કે, ‘આજે વરસાદ પડશે, કેમ કે આકાશ લાલ તથા અંધરાયેલું છે.’ તમે આકાશનું રૂપ પારખી જાણો છો ખરા, પણ સમયોના ચિહ્ન તમે પારખી નથી શકતા. 4 દુષ્ટ તથા બેવફા પેઢી ચમત્કારિક ચિહ્ન માગે છે, પણ યૂનાના ચમત્કારિક ચિહ્ન વગર બીજું કોઈ ચમત્કારિક ચિહ્ન તેઓને અપાશે નહિ." ત્યાર પછી ઈસુ તેઓને મૂકીને ચાલ્યા ગયા.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.