Pular para o conteúdo
Publicidade

માથ્થી 16:13,16,21-24,28

પિતરનો એકરાર કે ઈસુ એક મસીહા છે

13 જયારે ઈસુ કૈસરીયા ફિલિપ્પીના પ્રાંતમાં આવ્યા, તેમણે તેમના શિષ્યોને પૂછયું: "માણસનો દીકરો કોણ છે એ વિષે લોકો શું કહે છે?"

16 સિમોન પિતરે જવાબ આપ્યો, "તમે મસીહ, જીવંત ઈશ્વરના પુત્ર છો."

ઈસુ તેમના મરણની આગાહી કરે છે

21 ત્યારથી માંડીને ઈસુ પોતાના શિષ્યોને સમજાવવા લાગ્યા કે તેમણે યરુશાલેમ જવું જોઈએ અને ત્યાં વડીલો, મુખ્ય યાજકો તથા નિયમશાસ્ત્રના પંડિતોઓના હાથે ઘણું સહન કરવું, માયાઁ જવું, અને ત્રણ દિવસ પછી સજીવન થવું એ જરૂરનું છે.

22 પિતર તેમને બાજુ પર લઈ જઈને તેમને ઠપકો દેવા લાગ્યો, તેણે કહ્યું, "કયારેય નહિ, પ્રભુ! તમને એવું કયારેય ન થાઓ."

23 ઈસુએ ફરીને પિતરને કહ્યું, "શેતાન, મારી પાછળ જા! તું મારા માટે ઠોકરરૂપ છે! તું ઈશ્વરની વાતો પર મન લગાડતો નથી પણ માત્ર માણસની વાતો પર મન લગાડે છે."

24 પછી ઈસુએ તેમના શિષ્યોને કહ્યું, "જે મારો શિષ્ય થવા ચાહે તેણે પોતાનો નકાર કરીને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું.

28 "હું તમને સાચે જ કહું છું, અહીં ઊભેલાઓમાંથી કેટલાક માણસના દીકરાને તેમના રાજ્યમાં આવતા જોશે ત્યાં સુધી મરણ પામશે નહિ."

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.