Pular para o conteúdo
Publicidade

માથ્થી 17:1-5

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

રૂપાંતર

1 છ દિવસ પછી પિતર, યાકોબ અને તેના ભાઈ યોહાનને પોતે લઈને ઈસુ તેઓને એક ઊંચા પર્વત પર લઇ ગયા. 2 ત્યાં તેઓની આગળ તેમનું રૂપાંતર થયું. તેમનો ચહેરો સૂર્ય જેવો પ્રકાશ્યો, અને તેમનાં વસ્ત્રો પ્રકાશ જેવાં ઉજળાં થયાં. 3 એકાએક મોશે અને એલિયા ઈસુ સાથે વાત કરતા તેઓને દેખાયા.

4 પિતરે ઈસુને કહ્યું, "પ્રભુ! આપણે અહીં રહીએ તો એ સારું છે! જો તમે ચાહો તો, હું ત્રણ તંબુ બાંધુ; એક તમારે માટે, એક મોશેને માટે અને એક એલિયાને માટે."

5 જયારે હજુ તો તેઓ બોલતા હતા, એટલામાં એક ચળકતાં વાદળે તેઓના પર છાયા કરી. અને વાદળમાંથી વાણી થઇ, "આ મારો પુત્ર છે, જેને હું પ્રેમ કરું છું; તેના પર હું પ્રસન્ન છું. તેમનું સાંભળો."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    1 છ દિવસ પછી ઈસુ પિતર, યાકૂબ તથા તેના ભાઈ યોહાનને લઈને એક ઊંચા પહાડ પર ચાલ્યા ગયા. 2 તેઓની આગળ તેમનું રૂપાંતર થયું, એટલે તેમનું મુખ સૂર્યના જેવું તેજસ્વી થયું અને તેમના વસ્ત્ર અજવાળાનાં જેવા શ્વેત થયા.

    3 જુઓ, મૂસા તથા એલિયા તેમની સાથે વાતો કરતાં તેઓને દેખાયા. 4 પિતરે ઈસુને કહ્યું કે, "પ્રભુ, આપણે અહીં રહીએ તે સારું છે. જો તમારી ઇચ્છા હોય તો હું અહીં ત્રણ મંડપ બાંધુ; એક તમારે માટે, એક મૂસાને માટે અને એક એલિયાને માટે."

    5 તે બોલતો હતો એટલામાં, જુઓ, એક ચળકતી વાદળી તેઓ પર આચ્છાદિત થઈ; અને વાદળીમાંથી એવી વાણી થઈ કે, "આ મારો વહાલો દીકરો છે, તેના પર હું પ્રસન્ન છું, તેનું સાંભળો."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.