Pular para o conteúdo
Publicidade

માથ્થી 18:1-6,10

સ્વગઁના રાજયમાં સૌથી મોટું કોણ?

1 એ સમયે શિષ્યોએ ઈસુની પાસે આવીને પૂછયું, "તો સ્વર્ગના રાજ્યમાં સૌથી મોટું કોણ છે?"

2 તેમણે એક નાનાં બાળકને તેમની પાસે બોલાવીને, બાળકને તેઓની વચ્ચે ઊભુ રાખ્યું, 3 અને તેમણે કહ્યું, હું સાચે જ તમને કહું છું "જયાં સુધી તમે નહિ ફરો, અને બાળકોનાં જેવા નહિ બનો, તો તમે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશી શકશે નહિ. 4 માટે જે કોઈ આ બાળકના જેવું નીચું સ્થાન લેશે તે સ્વર્ગના રાજ્યમાં સૌથી મોટો છે; 5 અને જે કોઈ મારે નામે આવાં બાળકનો આવકાર કરે છે, તે મારો આવકાર કરે છે.

ઠોકરનું કારણ

6 "મારા પર વિશ્વાસ કરનાર, આ નાનાંઓમાંના એકને જો કોઈ ઠોકર ખવડાવે, તો એના કરતાં એવું કરનારને ગળે જો ઘંટીનું મોટું પડ બંધાય અને તે સમુદ્રમાં ફેંકાય તો તે તેને માટે સારું છે.

ભટકતા ઘેટાનું દ્રષ્ટાંત

10 "જુઓ કે તમે આ નાનાંઓમાંના એકની તમે અવગણના ના કરો, કેમકે તેઓના દૂતો સ્વર્ગમાં મારા પિતાનું મુખ સદા જુવે છે.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.