23 "માટે, સ્વર્ગનું રાજ્ય એક રાજા જેવું છે, કે જેણે પોતાના નોકરો પાસેથી હિસાબ લેવા માગ્યો. 24 હિસાબ લેતાં એક જણને તેની પાસે લાવવામાં આવ્યો, તેને દસ હજાર તાલંત સોનાનું દેવું હતું,
27 ત્યારે નોકરના માલીકને તેના પર દયા આવી, દેવું માફ કરી અને તેને જવા દીધો.
28 "પણ જયારે તે નોકર બહાર ગયો, ત્યારે તેણે સાથી નોકરોમાનાં એકને જોયો, જે તેના ચાંદીનાં સો સિક્કાનો દેવાદાર હતો. ‘તેણે તેને પકડી લીધો ને તેને ગૂંગળાવી નાખવા લાગ્યો, તેણે માંગણી કરી કે મારું જે દેવું છે તે પાછું આપ!’
32 "ત્યારે માલીકે ચાકરને અંદર બોલાવીને તેણે કહ્યું, ‘અરે દુષ્ટ નોકર! તે મને વિનંતી કરી માટે મેં તારું બધું દેવું માફ કયુઁ. 33 જેમ મેં તારા પ્રત્યે દયા દર્શાવી તેમ તારે પણ તારા સાથી નોકર પ્રત્યે દર્શાવવી જોઈતી નહોતી શું?’