Pular para o conteúdo
Publicidade

માથ્થી 18:6-9

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

ઠોકરનું કારણ

6 "મારા પર વિશ્વાસ કરનાર, આ નાનાંઓમાંના એકને જો કોઈ ઠોકર ખવડાવે, તો એના કરતાં એવું કરનારને ગળે જો ઘંટીનું મોટું પડ બંધાય અને તે સમુદ્રમાં ફેંકાય તો તે તેને માટે સારું છે. 7 જેનાથી લોકોને ઠોકર વાગે છે તેને લીધે જગતને અફસોસ! એ બાબતો આવવી જ જોઈએ, પણ જે માણસથી તે આવે છે તેને અફસોસ છે! 8 તેથી જો તારો હાથ અથવા પગ તને ઠોકર ખવડાવે તો તેને કાપીને ફેંકી દો. બંને હાથ અથવા બંને પગ સહિત અનંત અગ્નિમાં જવા કરતાં અપંગ અથવા ઠુંઠો થઈને જીવનમાં પ્રવેશવું એ તારે માટે સારું છે. 9 અને જો તારી આંખ તને ઠોકર ખવડાવે તો, તેને કાઢીને ફેંકી દો. બંને આંખો સહિત નરકાગ્નિમાં નંખાય તે કરતાં કાણો થઈને જીવનમાં પ્રવેશવું એ તારે માટે સારું છે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    6 પણ આ નાનાંઓ જેઓ મારા પર વિશ્વાસ કરે છે, તેઓમાંના એકને જે વ્યક્તિ પાપ કરવા પ્રેરે, તે કરતાં તેના ગળે ભારે પથ્થર બંધાય અને સમુદ્રના ઊંડાણમાં ડુબાડાય એ તેને માટે સારું છે. 7 માનવજગતને અફસોસ છે! કારણ કે જે વસ્તુઓને કારણે લોકો પાપ કરે છે આવી વસ્તુઓ તો બનવાની અગત્ય છે. પણ તે વ્યક્તિને અફસોસ છે જે બીજાને પાપ કરાવવા જવાબદાર છે! 8 માટે જો તારો હાથ અથવા પગ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે. તારા બે હાથ અથવા બે પગ છતાં તું અનંતઅગ્નિમાં નંખાય, તેના કરતાં હાથ અથવા પગે અપંગ થઈ જીવનમાં પેસવું એ તારે માટે સારું છે.

    9 જો તારી આંખ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે. બન્ને આંખ છતાં તું નરકાગ્નિમાં નંખાય, તેના કરતાં એક આંખ સાથે જીવનમાં પેસવું એ તારે માટે સારું છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.