3 કેટલાક ફરોશીઓએ આવીને તેમની પરીક્ષા કરતા પૂછયું, "શું દરેક કારણને લીધે પુરુષ પોતાની પત્નીને છૂટાછેડા આપે તે શું યોગ્ય છે?"
7 પછી કેમ, તેઓએ પૂછયું, "તો પછી શા માટે મોશેએ એવી આજ્ઞા આપી કે પુરુષે તેની પત્નીને છૂટાછેડાનું પ્રમાણપત્ર લખી આપીને તેને મુકી દેવી?"
8 ઈસુએ ઉત્તર આપ્યો, "મોશેએ તમારાંં હૃદયોની કઠણતાને કારણે તમને તમારી પત્નીઓને છૂટાછેડા આપવાં પરવાનગી આપી હતી, પણ આરંભથી એવું ન હતું. 9 હું તમને કહું છું કે વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપી દઈને અન્ય સ્ત્રીની સાથે પરણે, તે વ્યભિચાર કરે છે."