4 તેમણે જવાબ આપ્યો, "શું તમે નથી વાંચ્યું? કે આરંભથી જ ઉત્પન્ન કરનારે તેમને પુરુષ અને સ્ત્રીને બનાવ્યાં. 5 અને કહ્યું; આ કારણને લીધે ‘પુરુષ પોતાના માબાપને છોડી દઈને પોતાની પત્નીને વળગી રહેશે, અને તેઓ બંને એક દેહ થશે.’ 6 હવેથી તેઓ બે નહિ, પણ એક દેહ છે. માટે જેને ઈશ્વરે જેમને જોડયાં છે, તેમને કોઈએ છૂટાં ન પાડવાં."
8 ઈસુએ ઉત્તર આપ્યો, "મોશેએ તમારાંં હૃદયોની કઠણતાને કારણે તમને તમારી પત્નીઓને છૂટાછેડા આપવાં પરવાનગી આપી હતી, પણ આરંભથી એવું ન હતું. 9 હું તમને કહું છું કે વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપી દઈને અન્ય સ્ત્રીની સાથે પરણે, તે વ્યભિચાર કરે છે."