માગીઓ મસીહાની મુલાકાતે
1 યહૂદિયાના બેથલેહેમમાં ઈસુના જન્મ પછી, હેરોદ રાજાના સમયમાં પૂર્વથી માંગી યરુશાલેમ આવ્યા, 2 અને પૂછયું "યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે તે કયાં છે? તેનો ઊગતો તારો જોઈને અમે તેનું ભજન કરવા આવ્યા છીએ."
11 ઘરે આવીને તેઓએ બાળકને તેની માતા મરિયમની પાસે જોયા, અને તેઓએ તેમને પગે પડી તેમનું ભજન કર્યું પછી તેમણે પોતાની જોણ્ણી છોડી ને બક્ષિસ તરીકે સોનું, લોબાન અને બોળનાં અર્પણ કર્યાં.
16 જયારે હેરોદે જાણ્યું કે માગીઓ દ્રારા મને ઠગવામાં આવ્યો છે, ત્યારે તે ક્રોધે ભરાયો, તેણે સૈનિકોને આદેશ આપ્યો કે તેઓ બેથલેહેમ તથા તેની આસપાસની સરહદોમાં બે વરસના તથા તેથી નાની ઉંમર નાં પ્રત્યેક નર બાળકને મારી નાંખે, જે સમય સંબંઘી તેને માગીઓ ની પાસેથી ચોકસાઈથી ખબર મળી હતી.