Pular para o conteúdo
Publicidade

માથ્થી 2:1-12

માગીઓ મસીહાની મુલાકાતે

1 યહૂદિયાના બેથલેહેમમાં ઈસુના જન્મ પછી, હેરોદ રાજાના સમયમાં પૂર્વથી માંગી યરુશાલેમ આવ્યા, 2 અને પૂછયું "યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે તે કયાં છે? તેનો ઊગતો તારો જોઈને અમે તેનું ભજન કરવા આવ્યા છીએ."

3 જયારે હેરોદ રાજાએ આ સાંભળ્યું, ત્યારે તે ગભરાયો અને તેની સાથે આખું યરુશાલેમ પણ. 4 પછી તેણે લોકોના મુખ્ય યાજકોને અને નિયમશાસ્ત્રના પંડિતોને એકઠાં કયાઁ તેણે તેમને પૂછયું મસીહનો જન્મ કયાં થવો જોઈએ? 5 તેઓએ કહ્યું, "યહૂદિયાના બેથલેહેમમાં, કારણ કે પ્રબોધકે એમ લખ્યું છે કે:

6 " ‘પણ તું બેથલેહેમમાં યહૂદીયાના દેશમાં,

તું યહુદીયા ના શાશકોમાં કોઈ રીતે નાનું નથી,

કારણ કે તારામાંથી એક અધિપતિ આવશે,

જે મારી ઇઝરાયેલ પ્રજાનું પાલન કરશે.’ "

7 ત્યાર પછી હેરોદે માગીઓને ખાનગીમાં બોલાવ્યાં અને તેઓની પાસેથી તારો દેખાયાનો ચોક્કસ સમય જાણી લીધો 8 તેણે તેમને બેથલેહેમ મોકલ્યા ને કહ્યું, "જાઓ અને બાળકને ઘ્યાનથી શોધો, જેવો તે તમને મળે, તેવાં પાછા આવીને મને જાણ કરો, જેથી હું પણ જઈને તેનું ભજન કરું."

9 તેઓએ રાજાને સાંભળીને પછી તેઓ પોતાને માગેઁ ચાલી નીકળ્યાં. અને જે તારો ઉગ્યો ત્યારે તેઓએ જોયો હતો તે તેઓની આગળ ચાલ્યો અને જયાં સુધી તે બાળક હતું ત્યાં તેની ઉપર થંભ્યો! 10 જયારે તેઓએ તારાને જોયો ત્યારે તેઓના આનંદનો પાર રહ્યો નહિ. 11 ઘરે આવીને તેઓએ બાળકને તેની માતા મરિયમની પાસે જોયા, અને તેઓએ તેમને પગે પડી તેમનું ભજન કર્યું પછી તેમણે પોતાની જોણ્ણી છોડી ને બક્ષિસ તરીકે સોનું, લોબાન અને બોળનાં અર્પણ કર્યાં. 12 સ્વપ્નમાં ચેતવણી મળી કે હેરોદ પાસે પાછા જવું નહિ, તેથી તેઓ બીજા માર્ગે થઈને વતનમાં પાછાં ગયાં.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.