12 સ્વપ્નમાં ચેતવણી મળી કે હેરોદ પાસે પાછા જવું નહિ, તેથી તેઓ બીજા માર્ગે થઈને વતનમાં પાછાં ગયાં.
ઈજિપ્ત તરફ પ્રયાણ
13 તેઓના ગયા પછી યોસેફને સ્વપ્નમાં પ્રભુનાં દૂતે દશઁન દીધું ને તેણે કહ્યું, "ઊઠ, બાળક તથા તેની માતાને લઈને ઈજિપ્તમાં ચાલ્યો જા. હું કહું ત્યાં સુધી ત્યાં જ રહે કારણ કે હેરોદ બાળકને મારી નાંખવાને તેની શોધ કરવાનો છે."
નાઝરેથ ભણી પાછા ફરવું
19 હેરોદના મરણ પછી, ઈજિપ્તમાં યોસેફને સ્વપ્નમાં પ્રભુનાં દૂતે દશઁન દીધું, 20 અને કહ્યું "ઊઠ! બાળક તથા તેની માતાને લઈને ઇઝરાયેલ દેશમાં જા, કેમકે જેઓ બાળકનો જીવ લેવાં માંગતા હતા, તેઓ મરણ પામ્યા છે."
22 પણ જયારે તેણે સાંભળ્યું કે આર્ખિલાઉસ હવે તેના પિતા હેરોદની જગ્યાએ રાજ કરે છે, ત્યારે તે ત્યાં જતા ગભરાયો; પછી સ્વપ્નમાં ચેતવણી મળવાથી તે ગાલીલ પ્રાંતમાં ગયો.