Pular para o conteúdo
Publicidade

માથ્થી 2:13-16

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

ઈજિપ્ત તરફ પ્રયાણ

13 તેઓના ગયા પછી યોસેફને સ્વપ્નમાં પ્રભુનાં દૂતે દશઁન દીધું ને તેણે કહ્યું, "ઊઠ, બાળક તથા તેની માતાને લઈને ઈજિપ્તમાં ચાલ્યો જા. હું કહું ત્યાં સુધી ત્યાં જ રહે કારણ કે હેરોદ બાળકને મારી નાંખવાને તેની શોધ કરવાનો છે."

14 તેથી તે ઉઠયો, તે જ રાત્રે, મરિયમ તથા બાળકને લઈને, ઈજિપ્ત તરફ પ્રયાણ કર્યું. 15 હેરોદના મરણ સુધી તેઓ ત્યાં જ રહ્યાં, આ રીતે પ્રભુએ પ્રબોધક દ્રારા કહેલી ભવિષ્યવાણી પુરી થઈ: "મેં મારા પુત્રને ઈજિપ્તમાંથી બોલાવ્યો છે."

16 જયારે હેરોદે જાણ્યું કે માગીઓ દ્રારા મને ઠગવામાં આવ્યો છે, ત્યારે તે ક્રોધે ભરાયો, તેણે સૈનિકોને આદેશ આપ્યો કે તેઓ બેથલેહેમ તથા તેની આસપાસની સરહદોમાં બે વરસના તથા તેથી નાની ઉંમર નાં પ્રત્યેક નર બાળકને મારી નાંખે, જે સમય સંબંઘી તેને માગીઓ ની પાસેથી ચોકસાઈથી ખબર મળી હતી.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    13 તેઓના પાછા ગયા પછી, પ્રભુના સ્વર્ગદૂતે સ્વપ્નમાં યૂસફને કહ્યું કે, "ઊઠ, બાળક તથા તેની માને લઈને મિસરમાં નાસી જા. હું તને કહું ત્યાં સુધી ત્યાં જ રહેજે, કેમ કે બાળકને મારી નાખવા સારુ હેરોદ તેની શોધ કરવાનો છે." 14 તે રાત્રે યૂસફ ઊઠીને બાળક તથા તેની માને લઈને મિસરમાં ગયો. 15 અને હેરોદના મરણ સુધી ત્યાં રહ્યો, એ માટે કે પ્રભુએ પ્રબોધક દ્વારા જે કહ્યું હતું તે પૂરું થાય કે, "મિસરમાંથી મેં મારા દીકરાને બોલાવ્યો."

    16 જયારે હેરોદને માલૂમ પડ્યું કે જ્ઞાનીઓએ તેને છેતર્યો છે, ત્યારે તે ઘણો ગુસ્સે થયો અને માણસો મોકલીને જે વેળા સંબંધી તેણે જ્ઞાનીઓની પાસેથી ચોકસાઈથી ખબર મેળવી હતી, તે વેળા પ્રમાણે બે વર્ષનાં તથા તેથી નાનાં સર્વ નર બાળકો જેઓ બેથલેહેમમાં તથા તેના આસપાસના વિસ્તારમાં હતાં, તેઓને મારી નંખાવ્યાં.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.