Pular para o conteúdo
Publicidade

માથ્થી 2:13-16,19-23

ઈજિપ્ત તરફ પ્રયાણ

13 તેઓના ગયા પછી યોસેફને સ્વપ્નમાં પ્રભુનાં દૂતે દશઁન દીધું ને તેણે કહ્યું, "ઊઠ, બાળક તથા તેની માતાને લઈને ઈજિપ્તમાં ચાલ્યો જા. હું કહું ત્યાં સુધી ત્યાં જ રહે કારણ કે હેરોદ બાળકને મારી નાંખવાને તેની શોધ કરવાનો છે."

14 તેથી તે ઉઠયો, તે જ રાત્રે, મરિયમ તથા બાળકને લઈને, ઈજિપ્ત તરફ પ્રયાણ કર્યું. 15 હેરોદના મરણ સુધી તેઓ ત્યાં જ રહ્યાં, આ રીતે પ્રભુએ પ્રબોધક દ્રારા કહેલી ભવિષ્યવાણી પુરી થઈ: "મેં મારા પુત્રને ઈજિપ્તમાંથી બોલાવ્યો છે."

16 જયારે હેરોદે જાણ્યું કે માગીઓ દ્રારા મને ઠગવામાં આવ્યો છે, ત્યારે તે ક્રોધે ભરાયો, તેણે સૈનિકોને આદેશ આપ્યો કે તેઓ બેથલેહેમ તથા તેની આસપાસની સરહદોમાં બે વરસના તથા તેથી નાની ઉંમર નાં પ્રત્યેક નર બાળકને મારી નાંખે, જે સમય સંબંઘી તેને માગીઓ ની પાસેથી ચોકસાઈથી ખબર મળી હતી.

નાઝરેથ ભણી પાછા ફરવું

19 હેરોદના મરણ પછી, ઈજિપ્તમાં યોસેફને સ્વપ્નમાં પ્રભુનાં દૂતે દશઁન દીધું, 20 અને કહ્યું "ઊઠ! બાળક તથા તેની માતાને લઈને ઇઝરાયેલ દેશમાં જા, કેમકે જેઓ બાળકનો જીવ લેવાં માંગતા હતા, તેઓ મરણ પામ્યા છે."

21 તેથી તે ઊઠયો, બાળક અને તેમની માતાને લઈને ઇઝરાયેલ દેશમાં ગયો, 22 પણ જયારે તેણે સાંભળ્યું કે આર્ખિલાઉસ હવે તેના પિતા હેરોદની જગ્યાએ રાજ કરે છે, ત્યારે તે ત્યાં જતા ગભરાયો; પછી સ્વપ્નમાં ચેતવણી મળવાથી તે ગાલીલ પ્રાંતમાં ગયો. 23 અને તે નાઝરેથ નામનાં નગરમાં જઈને રહ્યો. આમ પ્રબોધક દ્વારા કહેલી ભવિષ્યવાણી સાચી પડી કે: તે નાઝારી કહેવાશે.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.