Pular para o conteúdo
Publicidade

માથ્થી 2:3-8

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

3 જયારે હેરોદ રાજાએ આ સાંભળ્યું, ત્યારે તે ગભરાયો અને તેની સાથે આખું યરુશાલેમ પણ. 4 પછી તેણે લોકોના મુખ્ય યાજકોને અને નિયમશાસ્ત્રના પંડિતોને એકઠાં કયાઁ તેણે તેમને પૂછયું મસીહનો જન્મ કયાં થવો જોઈએ? 5 તેઓએ કહ્યું, "યહૂદિયાના બેથલેહેમમાં, કારણ કે પ્રબોધકે એમ લખ્યું છે કે:

6 " ‘પણ તું બેથલેહેમમાં યહૂદીયાના દેશમાં,

તું યહુદીયા ના શાશકોમાં કોઈ રીતે નાનું નથી,

કારણ કે તારામાંથી એક અધિપતિ આવશે,

જે મારી ઇઝરાયેલ પ્રજાનું પાલન કરશે.’ "

7 ત્યાર પછી હેરોદે માગીઓને ખાનગીમાં બોલાવ્યાં અને તેઓની પાસેથી તારો દેખાયાનો ચોક્કસ સમય જાણી લીધો 8 તેણે તેમને બેથલેહેમ મોકલ્યા ને કહ્યું, "જાઓ અને બાળકને ઘ્યાનથી શોધો, જેવો તે તમને મળે, તેવાં પાછા આવીને મને જાણ કરો, જેથી હું પણ જઈને તેનું ભજન કરું."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    3 એ સાંભળીને હેરોદ રાજા ગભરાયો અને તેની સાથે આખું યરુશાલેમ પણ ગભરાયું.

    4 ત્યાર પછી હેરોદ રાજાએ સર્વ મુખ્ય યાજકોને તથા શાસ્ત્રીઓને એકત્ર કરીને તેઓને પૂછ્યું કે, "ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ?" 5 તેઓએ તેને જવાબ આપ્યો કે, "યહૂદિયાના બેથલેહેમમાં, કેમ કે પ્રબોધકે એમ લખ્યું છે કે, 6 ‘ઓ યહૂદિયા દેશના બેથલેહેમ, તું યહૂદિયાના સૂબાઓમાં કોઈ પ્રકારે સર્વથી નાનું નથી, કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે, જે મારા ઇઝરાયલી લોકોના પાળક થશે.’"

    7 ત્યારે હેરોદ રાજાએ તે જ્ઞાનીઓને ગુપ્તમાં બોલાવીને, તારો કયા સમયે દેખાયો, તે વિષે તેઓ પાસેથી ચોકસાઈથી ખબર મેળવી. 8 તેણે તેઓને બેથલેહેમમાં મોકલતાં કહ્યું કે, "તમે જઈને તે બાળક સંબંધી સારી રીતે શોધ કરો અને જયારે તમને મળશે ત્યાર પછી મને જણાવો, એ માટે કે હું પણ આવીને તે બાળકનું ભજન કરું."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.