Pular para o conteúdo
Publicidade

માથ્થી 20:20,21,24-28

એક માતાની વિનંતી

20 પછી ઝબદીના પુત્રોની માતાએ ઈસુની પાસે આવીને પગે પડી, તેમની પાસે એક માંગણી કરી.

21 તેમણે પૂછયું, "તારે શું જોઈએ છે?"

તેણે કહ્યું, "તમારાં રાજ્યમાં મારા આ બે દીકરાઓમાંથી એકને તમારી જમણે અને બીજાને તમારી ડાબે બેસાડજો."

24 જયારે દસે આ વિશે સાંભળ્યું, ત્યારે તેઓ બંને ભાઈઓ પર ગુસ્સે થયા; 25 ઈસુએ તેઓ બધાને પાસે બોલાવીને કહ્યું, "તમે જાણો છો કે વિદેશીઓ પર જેઓ ધણીપણું કરે છે અને તેઓના મોટા અધિકારીઓ તેમના પર અધિકાર ચલાવે છે. 26 પણ તમારાંમાં એવું નથી. તેના કરતાં તમારાંમાં જે કોઈ મોટો થવા ઈચ્છે તો તેણે સેવક થવું જોઈએ, 27 અને જે કોઇ પહેલો થવા ચાહે, તેણે તમારો ગુલામ થવું. 28 જેમ માણસનો દીકરો સેવા કરાવવા નહિ, પણ સેવા કરવા, અને ઘણાંને માટે મુકિતમૂલ્ય તરીકે પોતાનું જીવન અર્પી દેવા આવ્યો છું."

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.