Pular para o conteúdo
Publicidade

માથ્થી 21:1-11

ઈસુ યરૂશાલેમમાં રાજા તરીકે આવે છે

1 જયારે તેઓ યરુશાલેમની નજીક જૈતુન પહાડ પર બેથફગે આવ્યા ત્યારે, ઈસુએ બે શિષ્યોને મોકલ્યા, 2 તેઓને કહ્યું "તમારી આગળનાં ગામમાં જાઓ, અને ત્યાં બાંધેલી એક ગધેડી તથા તેની સાથ વછેરો જોવા મળશે. તેઓને છોડી ને અહીં મારી પાસે લાવો. 3 જો કોઈ તમને કાંઈ કહે, તો કહેજો કે, પ્રભુને તેની જરૂર છે, એટલે તે તેમને તરત જ મોકલી આપશે."

4 આ એટલા માટે થયું કે પ્રબોધકો દ્ગારા બોલેલી ભવિષ્યવાણી પૂરી થાય:

5 "સિયોનની પુત્રીને કહો કે:

જુઓ તમારો રાજા તમારી પાસે આવે છે,

નમ્રને ખોલકા પર સવારી કરી;

અને ખોલકા પર, ગધેડીના વછેરાં પર."

6 શિષ્યો ગયા અને ઈસુએ કહ્યું હતું તે પ્રમાણે તેઓએ કર્યું. 7 તેઓ ગઘેડીને તથા વછેરાને તેમની પાસે લાવ્યાં, અને તેઓએ પોતાના ઝભ્ભા વછેરા પર પાથયાઁ અને ઈસુ તેમના પર બેસે. 8 અતિ મોટા ટોળાએ પોતાનાં ઝભ્ભા રસ્તામાં પાથયાઁ, જયારે બીજાઓએ વૃક્ષો પરથી ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી. 9 ટોળું કે જે તેમની આગળ હતાં અને જેઓ તેમની પાછળ ચાલતાં બૂમો પાડતા.

"હોસાન્ના! દાવિદના દીકરાને!"

"પ્રભુને નામે જે આવે છે, તે ધન્ય છે."

"ઉચ્ચ સ્વગઁમાં! હોસાન્ના!"

10 જયારે ઈસુ યરુશાલેમમાં પ્રવેશ્યા, ત્યારે આખું શહેર ખળભળી ઉઠયું ને પૂછયું: "આ કોણ છે?"

11 ટોળાએ જવાબ આપ્યો, "આ તો ઈસુ છે, ગાલીલના નાઝરેથનો પ્રબોધક."

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.