Pular para o conteúdo
Publicidade

માથ્થી 23:1-7

ઢોંગ સામે ઈસુની ચેતવણી

1 પછી ઈસુએ ટોળાને તથા તેમના શિષ્યોને કહ્યું, 2 "નિયમશાસ્ત્રના પંડિતો તથા ફરોશીઓ મોશેનાં સ્થાને બેસે છે. 3 માટે જે કાંઈ તેઓ તમને કહે તેથી તમે સાવધાન રહો. પણ તેઓ જે કરે તે પ્રમાણે ન કરો કેમકે તેઓ જે ઉપદેશ આપે છે તે પ્રમાણે કરતા નથી. 4 તેઓ ભારે ને ઊંચકતા મહા મુસિબત પડે એવા બોજા તેઓ લોકોના ખભા પર નાખે છે, પણ તેઓ તેને ખસેડવા પોતે પોતાની એક આંગળી પણ લગાડતા નથી.

5 "તેઓ જે કરે છે તે લોકો જુએ માટે કરે છે: તેઓ પોતાના સ્મરણપત્રોને પોહળા અને પોતાના વસ્ત્રોની કોરને લાંબી કરે છે. 6 તેઓ ભોજન સમારંભોમાં માનભયાઁ સ્થાનો અને સભાસ્થાનોમાં મુખ્ય આસનો પસંદ કરે છે, 7 તેઓને બજારમાં લોકોના વંદન ઝીલવાનું ગમે છે અને લોકો દ્ગારા તેઓને રાબ્બી કહેવામાં આવે એવું તેઓ ઈચ્છે છે.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.