Pular para o conteúdo
Publicidade

માથ્થી 24:3-12,14,29-31,36,44

3 જયારે ઈસુ જૈતુન પહાડ પર બેઠાં હતા, ત્યારે એકાંતમાં શિષ્યોએ તેમની પાસે આવીને પૂછયું, અમને કહો "એ બધું ક્યારે બનશે, અને તમારાં આગમનની અને આ યુગના અંતની શી નિશાની થશે?"

4 ઈસુએ જવાબ આપ્યો, "કોઈ તમને ન ભરમાવે માટે સાવધ રહો. 5 કેમકે ઘણાં મારે નામે આવશે અને દાવો કરશે કે, ‘હું મસીહ છું,’ અને ઘણાંને ભુલાવશે. 6 તમે યુધ્ધ તથા યુધ્ધોની અફવા સાંભળશો, પણ જો જો ત્યારે ગભરાતાના કેમકે એ બધું બનવાની જરુર છે, પણ અંત આવવાનો હજું બાકી છે. 7 પ્રજા પ્રજાની વિરુધ્ધ ઊઠશે અને રાજ્ય રાજયની વિરુધ્ધ ઊઠશે. દુકાળો પડશે અને ઠેર ઠેર ધરતીકંપ થશે, 8 પણ આ બધું તો જન્મ પીડાનો આરંભ છે.

9 "પછી તમને સતાવવાને હાથમાં સોંપી દેવામાં આવશે અને મારી નાંખશે, અને મારે લીધે બધા દેશોથી તમારો ધિક્કાર થશે. 10 એ સમયે ઘણાં વિશ્વાસમાંથી ફરી જશે, અને પકડાવી દેશે અને એકબીજાનો દ્વેષ કરશે. 11 વળી ઘણા જૂઠા પ્રબોધકો દેખાશે અને ઘણાં લોકોને ભરમાવશે. 12 દુષ્ટતા વધી જવાને કારણે ઘણાંનો પ્રેમ ઠંડો થઈ જશે. 14 અને રાજ્યનાં આ સુસમાચાર સાક્ષી તરીકે આખા જગતમાં સર્વ પ્રજાઓને પ્રગટ કરવામાં આવશે, અને પછી અંત આવશે.

29 "એ દિવસોની વિપત્તિ પછી તરત જ

" ‘સૂરજ અંધકારમય થઈ જશે,

અને ચંદ્ર તેનું અજવાળું આપશે નહિ;

તારાઓ આકાશમાંથી ખરશે.

આકાશી મંડળો હલાવાશે.’

30 "જયારે માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે, અને પૃથ્વી પરના સધળાં લોકો શોક કરશે. ત્યારે માણસના દીકરાને સામર્થ્ય અને મહિમાસહિત તેઓ આકાશના વાદળો પર આવતા નિહાળશો. 31 રણશિંગડાનાં મોટાં અવાજ સાથે તે પોતાના દૂતોને મોકલશે, તેઓ ચારે દિશામાંથી આકાશના એક છેડાથી બીજા છેડા સુધી તેમના પસંદ કરેલાંઓને એકત્ર કરશે.

અજાણ દિવસ અને ઘડી

36 "પણ તે દિવસ કે ઘડી વિશે કોઈ જાણતું નથી, આકાશમાં દૂતો પણ નહિ કે દીકરો પણ નહિ; પણ કેવળ પિતા જ.

44 તેથી તમે પણ તૈયાર રહો, કેમકે માણસનો દીકરો તમે ધારતાં નહિ હોય એ સમયે આવશે.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.