4 ઈસુએ જવાબ આપ્યો, "કોઈ તમને ન ભરમાવે માટે સાવધ રહો. 5 કેમકે ઘણાં મારે નામે આવશે અને દાવો કરશે કે, ‘હું મસીહ છું,’ અને ઘણાંને ભુલાવશે. 6 તમે યુધ્ધ તથા યુધ્ધોની અફવા સાંભળશો, પણ જો જો ત્યારે ગભરાતાના કેમકે એ બધું બનવાની જરુર છે, પણ અંત આવવાનો હજું બાકી છે. 7 પ્રજા પ્રજાની વિરુધ્ધ ઊઠશે અને રાજ્ય રાજયની વિરુધ્ધ ઊઠશે. દુકાળો પડશે અને ઠેર ઠેર ધરતીકંપ થશે, 8 પણ આ બધું તો જન્મ પીડાનો આરંભ છે.
Publicidade
માથ્થી 24:4-8
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
4 ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, "તમને કોઈ ન ભુલાવે માટે સાવધાન રહો. 5 કેમ કે મારે નામે ઘણાં એમ કહેતાં આવશે કે, ‘હું ખ્રિસ્ત છું;’ અને ઘણાંને છેતરશે.
6 યુધ્ધો તથા યુધ્ધોની અફવાઓ તમે સાંભળશો, ત્યારે જોજો, ગભરાતા ના; કેમ કે એ બધું થવાની અગત્ય છે, પણ એટલેથી જ અંત નહિ આવે. 7 કેમ કે પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે, દુષ્કાળો તથા જગ્યા જગ્યાએ ધરતીકંપો થશે. 8 પણ આ બધાં તો માત્ર મહાદુઃખનો આરંભ છે.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.