23 "તેના માલિકે જવાબ આપ્યો, ‘શાબાશ! સારાં અને વિશ્વાસુ નોકર! તું થોડામાં વિશ્વાસુ માલૂમ પડયો છે, હું તને ઘણી બાબતોની જવાબદારી સોંપીશ.’ આવ અને તારા માલીકના આનંદમાં ભાગીદાર થા.
24 "પછી જેને એક તાલંત મળ્યો હતો, તે આવ્યો. તેણે કહ્યું, માલીક, હું જાણતો હતો કે તમે કઠણ માણસ છો, જયાં તમે નથી વાવ્યું ત્યાંથી ફસલ લણનાર અને જયાં તમે બી નથી વેયાઁ ત્યાંથી તમે એકઠું કરનાર છો. 25 તેથી મને બીક લાગીને બહાર જઈને તમારો તાલંત જમીનમાં સંતાડી દીધો, જુઓ અહીં જે તમારું છે તે છે.