Pular para o conteúdo
Publicidade

માથ્થી 25:35-40

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

35 કારણ, હું ભૂખ્યો હતો ત્યારે તમે મને કંઈક ખાવા આપ્યું; હું તરસ્યો હતો, ત્યારે કંઈક પીવાને આપ્યું; હું અજાણ્યો હતો, ત્યારે તમે મને અંદર આવકાયોઁ; 36 મને કપડાંની જરૂર હતી, ત્યારે તમે મને કપડાં પહેરાવ્યાં; હું માંદો હતો, ત્યારે મારી ખબર લીધી, હું જેલમાં હતો, ત્યારે તમે મારી મુલાકાત લેવા આવ્યા.’

37 "ત્યારે ન્યાયીઓ તેને જવાબ આપશે, ‘પ્રભુ! અમે ક્યાંરે તમને ભૂખ્યાં જોઈને ખવડાવ્યું અથવા તરસ્યા જાણીને તમને પીવાને કંઈક આપ્યું; 38 ક્યાંરે અમે તમને અજાણ્યા જોઈને અંદર આવકાયાઁ; ને કપડાંની જરૂર હતી, ત્યારે કપડાં પહેરાવ્યાં? 39 અને ક્યાંરે અમે તમને બીમાર જોયા અથવા જેલમાં જોઈને તમારી મુલાકાત લીધી?’

40 "ત્યારે રાજા જવાબ આપશે હું તમને સાચે જ કહું છું કે, ‘જે કાંઈ આ મારાં નાનાં ભાઈઓ અને બહેનોમાંનાં એક માટે કર્યું તે, તમે મારા માટે કયુઁ.’

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    35 કેમ કે હું ભૂખ્યો હતો, ત્યારે તમે મને ખવડાવ્યું; હું તરસ્યો હતો, ત્યારે તમે મને કંઈક પીવા માટે આપ્યું; હું પારકો હતો; ત્યારે તમે મને અતિથિ તરીકે રાખ્યો; 36 હું નિર્વસ્ત્ર હતો, ત્યારે તમે મને વસ્ત્ર પહેરાવ્યાં; હું માંદો હતો ત્યારે તમે મારી ચાકરી કરી; હું જેલમાં હતો, ત્યારે તમે મને મળવા આવ્યા.’"

    37 ત્યારે ન્યાયીઓ તેમને ઉત્તર આપશે કે, ‘પ્રભુ, ક્યારે અમે તમને ભૂખ્યા જોઈને ખવડાવ્યું, તરસ્યા જોઈને કંઈક પીવા માટે આપ્યું? 38 ક્યારે અમે તમને પારકા જોઈને અતિથિ રાખ્યા, નિર્વસ્ત્ર જોઈને વસ્ત્ર પહેરાવ્યાં? 39 ક્યારે અમે તમને માંદા અથવા જેલમાં જોઈને તમને મળવા આવ્યા?’ 40 ત્યારે રાજા તેઓને ઉત્તર આપશે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, ‘આ મારા ભાઈઓમાંના બહુ નાનાંઓમાંથી એકને તમે તે કર્યું એટલે તે મને કર્યું.’"

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.