Pular para o conteúdo
Publicidade

માથ્થી 27:27-31

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

સૈનિકોએ ઈસુની મશ્કરી કરી

27 પછી રાજયપાલના સૈનિકો ઈસુને મહેલમાં લઈ જઈને, આખી સૈનિકોની પલટણ તેની આસપાસ એકઠી કરી. 28 તેઓએ તેમના કપડાં ઉતારી લઈને તેમને કિરમજી રંગનો ઝભ્ભો પહેરાવ્યો. 29 અને પછી તેઓએ કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથે મૂકયો, તેમના જમણા હાથમાં સોટી આપી. અને તેમની આગળ ઘૂંટણે પડીને મશ્કરી કરતાં કહ્યું, "હે યહૂદીઓનાં રાજા સલામ!" 30 તેઓ તેમના પર થૂંક્યાં, અને સોટી લઈને તેમના માથામાં વારંવાર મારી. 31 તેમની મશ્કરી કરી રહયાં પછી તેઓએ ઝભ્ભો ઉતારી લઈને તેમનાં પોતાનાં કપડાં પહેરાવ્યાં. પછી તેઓ તેમને ક્રૂસે જડવાંને માટે લઈ ગયા.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    27 ત્યારે રાજ્યપાલના સિપાઈઓ ઈસુને મહેલમાં લઈ ગયા અને આખી પલટણ તેની આસપાસ એકઠી કરી. 28 પછી તેઓએ તેમના વસ્ત્રો ઉતારીને લાલ ઝભ્ભો પહેરાવ્યો. 29 તેમના માથા પર કાંટાનો મુગટ ગૂંથીને મૂક્યો, તેમના જમણાં હાથમાં સોટી આપી અને તેમની આગળ ઘૂંટણ ટેકીને તેમના ઠઠ્ઠામશ્કરી કરતાં કહ્યું કે, "હે યહૂદીઓના રાજા, સલામ!"

    30 પછી તેઓ તેમના પર થૂંક્યાં અને સોટી લઈને તેમના માથામાં મારી. 31 તેમની ઠઠ્ઠામશ્કરી કરી રહ્યા પછી તેઓએ તેમનો ઝભ્ભો ઉતારીને તેમના પોતાના જ વસ્ત્રો તેમને પહેરાવ્યાં અને વધસ્તંભે જડવાને તેઓ તેમને લઈ ગયા.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.