ઈસુનું દફન
57 સાંજ પડી ત્યારે અરિમથાઈનો એક શ્રીમંત માણસ ત્યાં આવ્યો, તેનું નામ યોસેફ હતું, જે પોતે ઈસુનો શિષ્ય બન્યો હતો. 58 તેણે પિલાત પાસે જઈને ઈસુના શબની માંગણી કરી, તેને શબ આપવામાં આવે એવો હુકમ પિલાતે કર્યો. 59 યોસેફે શબ લઈને તેના પર શણનું ચોખ્ખા કપડાંમાં તે વિટાળ્યું. 60 અને તેણે તેને ખડકમાં ખોદાવેલી પોતાની નવી કબરમાં મૂકયું. એક મોટો પથ્થર કબરનાં દ્રાર પર ગબડાવીને તે ચાલ્યો ગયો.