Pular para o conteúdo
Publicidade

માથ્થી 28:1-8

ઈસુ સજીવન થયા

1 વિશ્રામવાર પછી અઠવાડિયાને પહેલે દિવસે વહેલી સવારે, મરિયમ માગદાલેણ અને બીજી મરિયમ, કબરે જોવા આવી.

2 ત્યાં એક ભયંકર ધરતીકંપ થયો, પ્રભુનો એક દૂત આકાશમાંથી નીચે ઊતર્યો અને કબર પાસે જઈને પથ્થર ગબડાવીને તેના પર બેઠો. 3 તેનો દેખાવ વીજળીનાં જેવો હતો, અને તેમના કપડાં બરફ જેવા સફેદ હતા. 4 ચોકીદારો તેનાથી એટલા બી ગયાં કે તેઓ ધ્રુજી ગયા ને મરેલાં માણસ જેવાં થઇ ગયા.

5 દૂતે સ્ત્રીઓને કહ્યું, "ગભરાશો નહિ! કેમકે હું જાણું છું કે ક્રૂસે જડાયેલા ઈસુને તમે શોધો છો. 6 તે અહીં નથી! તેમના કહયાં પ્રમાણે તેઓ ઉઠયા છે. આવો ને જુઓ, જયાં તેઓ સુતા હતા તે જગ્યાં જુઓ. 7 હવે ઝડપથી જઈને તેમના શિષ્યોને કહો કે તેઓ મૂએલામાંથી ઊઠયાં છે. અને તમારી આગળ ગાલીલ જાય છે ત્યાં તમે તેમને જોશો. જુઓ મે તમને કહ્યું છે."

8 તેથી સ્ત્રીઓ કબરેથી ઝડપભેર નીકળી ગઇ, બીક અને આનંદ સહીત દોડીને શિષ્યોને કહેવા ગઈ.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.