Pular para o conteúdo
Publicidade

માથ્થી 28:11-15

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

ચોકીદારોનો અહેવાલ

11 જયારે સ્ત્રીઓ તેમના રસ્તામાં જતી હતી, ત્યારે ચોકીદારોમાંનાં કેટલાએકે નગરમાં જઈને જે થયું તે સઘળું મુખ્ય યાજકોને કહી જણાવ્યું. 12 જયારે મુખ્ય યાજકો વડીલોને મળ્યાં અને મનસૂબો કયોઁ, તેઓએ સૈનિકોને પૈસાની મોટી રકમ આપી, 13 "તેઓને કહ્યું કે, તમે એવું કહેજો કે, ‘અમે રાત્રે ઊંઘતા હતા, તે દરમિયાન ઈસુનાં શિષ્યો આવીને તેમને ચોરી ગયા.’ 14 જો રાજયપાલને આ વાતની ખબર પડશે, તો અમે તેમને સમજાવીને તમને મુશ્કેલીમાંથી બચાવી લઈશું અને તમને કશું જ થવા નહિ દઈએ." 15 તેથી સૈનિકોએ પૈસા લીધા અને તેઓને સુચના આપી હતી તે પ્રમાણે કયુઁ. અને આ વાત આજ સુધી યહૂદીઓમાં વ્યાપક રીતે ફેલાયેલી છે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    11 તેઓ જતી હતી, ત્યારે જુઓ, ચોકીદારોમાંના કેટલાકે નગરમાં જઈને જે જે થયું તે સઘળું મુખ્ય યાજકોને કહ્યું. 12 તેઓએ તથા વડીલોએ એકઠા થઈને સંકલ્પ કરીને તે સિપાઈઓને ઘણાં નાણાં આપીને સમજાવ્યું કે, 13 તમે એમ કહો કે, "અમે ઊંઘતા હતા એટલામાં ‘તેમના શિષ્યો રાત્રે આવીને તેમને ચોરી ગયા.’"

    14 જો એ વાત રાજ્યપાલને કાને પહોંચશે, તો અમે તેમને સમજાવીને તમને બચાવી લઈશું." 15 પછી તેઓએ નાણાં લીધાં અને શીખવ્યા પ્રમાણે તેઓએ કર્યું. એ વાત યહૂદીઓમાં આજ સુધી ચર્ચા થાય છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.