Pular para o conteúdo
Publicidade

માથ્થી 28

ઈસુ સજીવન થયા

1 વિશ્રામવાર પછી અઠવાડિયાને પહેલે દિવસે વહેલી સવારે, મરિયમ માગદાલેણ અને બીજી મરિયમ, કબરે જોવા આવી.

2 ત્યાં એક ભયંકર ધરતીકંપ થયો, પ્રભુનો એક દૂત આકાશમાંથી નીચે ઊતર્યો અને કબર પાસે જઈને પથ્થર ગબડાવીને તેના પર બેઠો. 3 તેનો દેખાવ વીજળીનાં જેવો હતો, અને તેમના કપડાં બરફ જેવા સફેદ હતા. 4 ચોકીદારો તેનાથી એટલા બી ગયાં કે તેઓ ધ્રુજી ગયા ને મરેલાં માણસ જેવાં થઇ ગયા.

5 દૂતે સ્ત્રીઓને કહ્યું, "ગભરાશો નહિ! કેમકે હું જાણું છું કે ક્રૂસે જડાયેલા ઈસુને તમે શોધો છો. 6 તે અહીં નથી! તેમના કહયાં પ્રમાણે તેઓ ઉઠયા છે. આવો ને જુઓ, જયાં તેઓ સુતા હતા તે જગ્યાં જુઓ. 7 હવે ઝડપથી જઈને તેમના શિષ્યોને કહો કે તેઓ મૂએલામાંથી ઊઠયાં છે. અને તમારી આગળ ગાલીલ જાય છે ત્યાં તમે તેમને જોશો. જુઓ મે તમને કહ્યું છે."

8 તેથી સ્ત્રીઓ કબરેથી ઝડપભેર નીકળી ગઇ, બીક અને આનંદ સહીત દોડીને શિષ્યોને કહેવા ગઈ. 9 અચાનક ઈસુ તેઓને મળ્યાં ને કહ્યું, "કુશળતા," તેઓ તેમની પાસે આવ્યા, તેમના પગ પકડીને તેમની આરાધના કરી. 10 ત્યારે ઈસુએ તેઓને કહ્યું, "ગભરાશો નહિ! જઈને મારા ભાઈઓને કહો કે ગાલીલમાં જાય, ત્યાં તેઓ મને જોશે."

ચોકીદારોનો અહેવાલ

11 જયારે સ્ત્રીઓ તેમના રસ્તામાં જતી હતી, ત્યારે ચોકીદારોમાંનાં કેટલાએકે નગરમાં જઈને જે થયું તે સઘળું મુખ્ય યાજકોને કહી જણાવ્યું. 12 જયારે મુખ્ય યાજકો વડીલોને મળ્યાં અને મનસૂબો કયોઁ, તેઓએ સૈનિકોને પૈસાની મોટી રકમ આપી, 13 "તેઓને કહ્યું કે, તમે એવું કહેજો કે, ‘અમે રાત્રે ઊંઘતા હતા, તે દરમિયાન ઈસુનાં શિષ્યો આવીને તેમને ચોરી ગયા.’ 14 જો રાજયપાલને આ વાતની ખબર પડશે, તો અમે તેમને સમજાવીને તમને મુશ્કેલીમાંથી બચાવી લઈશું અને તમને કશું જ થવા નહિ દઈએ." 15 તેથી સૈનિકોએ પૈસા લીધા અને તેઓને સુચના આપી હતી તે પ્રમાણે કયુઁ. અને આ વાત આજ સુધી યહૂદીઓમાં વ્યાપક રીતે ફેલાયેલી છે.

મહાન આદેશ

16 પછી અગિયાર શિષ્યો ગાલીલમાં જયાં ઈસુએ તેઓને જવાનું કહ્યું હતું તે પહાડ પર ગયાં. 17 જયારે તેઓએ તેમને જોયા ત્યારે તેમનું ભજન કર્યું પણ કેટલાએકને શંકા થઈ. 18 પછી ઈસુએ તેમની પાસે આવીને કહ્યું, "આકાશમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે. 19 તે માટે જાઓ, અને સર્વ દેશનાઓને શિષ્ય બનાવો, પિતા, અને પુત્ર અને પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતાં જાઓ. 20 અને મેં જે આજ્ઞાઓ તમને આપી તે સવઁ પાળવાનું તેઓને શીખવતા જાઓ અને ખચીત હું જગતના અંત સુધી હંમેશા તમારી સાથે છું."

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.