Pular para o conteúdo
Publicidade

માથ્થી 28:2,4,6,11-13

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

2 ત્યાં એક ભયંકર ધરતીકંપ થયો, પ્રભુનો એક દૂત આકાશમાંથી નીચે ઊતર્યો અને કબર પાસે જઈને પથ્થર ગબડાવીને તેના પર બેઠો. 4 ચોકીદારો તેનાથી એટલા બી ગયાં કે તેઓ ધ્રુજી ગયા ને મરેલાં માણસ જેવાં થઇ ગયા.

6 તે અહીં નથી! તેમના કહયાં પ્રમાણે તેઓ ઉઠયા છે. આવો ને જુઓ, જયાં તેઓ સુતા હતા તે જગ્યાં જુઓ.

ચોકીદારોનો અહેવાલ

11 જયારે સ્ત્રીઓ તેમના રસ્તામાં જતી હતી, ત્યારે ચોકીદારોમાંનાં કેટલાએકે નગરમાં જઈને જે થયું તે સઘળું મુખ્ય યાજકોને કહી જણાવ્યું. 12 જયારે મુખ્ય યાજકો વડીલોને મળ્યાં અને મનસૂબો કયોઁ, તેઓએ સૈનિકોને પૈસાની મોટી રકમ આપી, 13 "તેઓને કહ્યું કે, તમે એવું કહેજો કે, ‘અમે રાત્રે ઊંઘતા હતા, તે દરમિયાન ઈસુનાં શિષ્યો આવીને તેમને ચોરી ગયા.’

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    2 ત્યારે જુઓ, મોટો ધરતીકંપ થયો, કેમ કે પ્રભુનો સ્વર્ગદૂત આકાશથી ઊતર્યો, અને પાસે આવીને કબર પર પથ્થરને ગબડાવીને તે પર બેઠો.

    4 તેની ધાકથી ચોકીદારો ધ્રૂજી ગયા અને મરણ પામ્યા હોય તેવા થઈ ગયા.

    6 જુઓ ઈસુ અહીં નથી, કેમ કે તેમણે જેમ કહ્યું હતું તેમ તે સજીવન થયા છે. તમે આવો, જ્યાં તે સૂતા હતા તે જગ્યા જુઓ.

    11 તેઓ જતી હતી, ત્યારે જુઓ, ચોકીદારોમાંના કેટલાકે નગરમાં જઈને જે જે થયું તે સઘળું મુખ્ય યાજકોને કહ્યું. 12 તેઓએ તથા વડીલોએ એકઠા થઈને સંકલ્પ કરીને તે સિપાઈઓને ઘણાં નાણાં આપીને સમજાવ્યું કે, 13 તમે એમ કહો કે, "અમે ઊંઘતા હતા એટલામાં ‘તેમના શિષ્યો રાત્રે આવીને તેમને ચોરી ગયા.’"

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.