11 "હું તમને પાણીથી પસ્તાવાનું બાપ્તિસ્મા આપું છું, પણ એક જણ જે મારી પાછળ આવે છે, તે મારા કરતાં સમથઁ છે. તેમનાં ચંપલ ઉપાડવા હું યોગ્ય નથી; તે તમને પવિત્ર આત્માથી અને અગ્નિથી બાપ્તિસ્મા આપશે.
ઈસુનું બાપ્તિસ્મા
13 ત્યારે ઈસુ યોહાનથી બાપ્તિસ્મા પામવાં ગાલીલથી યર્દન નદીએ આવ્યા. 14 પણ યોહાને તેમને અટકાવતા કહ્યું "મારે તમારી પાસે બાપ્તિસ્મા લેવું જોઈએ, ને શું તમે મારી પાસે આવો છો?"
15 ઈસુએ જવાબ આપ્યો, "હાલ એમ થવા દે: કારણ કે સઘળું ન્યાયીપણું એમ પુરું કરવા માટે આપણે આ કરીએ તે ઘટારત છે." પછી યોહાન સહમત થયો.
16 ઈસુએ બાપ્તિસ્મા લીધા પછી તરત તે પાણીમાંથી બહાર આવ્યા, તે સમયે આકાશ ઊઘડી ગયું અને તેમણે ઈશ્વરના આત્માને કબૂતરના રૂપમાં ઊતરતો અને પોતા પર આવતો જોયો. 17 અને આકાશવાણી થઈ, "આ મારો પુત્ર છે, જેને હું પ્રેમ કરું છું, તેનાથી હું પ્રસન્ન છું."