Pular para o conteúdo
Publicidade

માથ્થી 4:1-4,7,10,11

અરણ્યમાં ઈસુનું પરીક્ષણ

1 પછી શેતાનથી ઈસુનું પરીક્ષણ થાય માટે આત્મા તેમને અરણ્યમાં લઈ ગયો. 2 ત્યાં ચાળીસ દિવસ અને ચાળીસ રાતના ઉપવાસ પછી તેમને ભૂખ લાગી, 3 તેમનું પરીક્ષણ કરનારે તેમની પાસે આવીને કહ્યું, "જો તમે ઈશ્વરપુત્ર છો, તો આ પથ્થરોને કહો કે તે રોટલી થઈ જાય."

4 ઈસુએ જવાબ આપ્યો, "એમ લખેલું છે: કે માણસ કેવળ રોટલીથી નહિ, પરંતુ ઈશ્વરના પ્રત્યેક વચન જે ઈશ્વરનાં મોંમાથી નિકળે છે તેથી જીવે છે."

7 ઈસુએ તેમને જવાબ આપ્યો, "એવું પણ લખેલું છે કે તારે પ્રભુ તારા ઈશ્વરનુંં પરીક્ષણ કરવું નહિ."

10 ઈસુએ તેને કહ્યું, "શેતાન! મારાથી દુર જા! કેમકે લખેલું છે કે, ‘પ્રભુ તારા ઈશ્વરની જ આરાધના કર, ને તેમની જ સેવા કર.’ "

11 પછી શેતાન ત્યાંથી ચાલ્યો ગયો અને દૂતોએ આવીને તેમની સેવા કરી.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.