Pular para o conteúdo
Publicidade

માથ્થી 5:21,22,27,28

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

ખૂન

21 "પ્રાચિનકાળમાં લોકોને કહેલું હતુ એ તમે સાંભળ્યું છે, ‘તું ખૂન ન કર, અને જે કોઈ ખૂન કરશે ન્યાયને પાત્ર થશે.’ 22 પરંતુ હું તમને કહું છું કે, જે કોઈ પોતાના ભાઈ કે બહેન પર ક્રોધ કરશે, તે ન્યાયને પાત્ર થશે. ફરીથી જો કોઈ ભાઈ તથા બહેનને પાજી કહે છે તે કોટઁનો જવાબદાર છે, અને ‘જે કોઈ કહે તું મૂઁખ છે!’ તે નરકાગ્નિના જોખમમાં આવશે.

વ્યભિચાર વિષે

27 "જે કહેવામાં આવ્યું હતું એ તમે સાંભળ્યું છે કે ‘તું વ્યભિચાર ન કર.’ 28 પરંતુ હું કહું છું કે, જે કોઈ સ્ત્રી તરફ કુદ્રષ્ટી કરે છે, તો તેણે તે સ્ત્રી સાથે તેના મનમાં વ્યભિચાર કરી ચૂકયો છે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    21 ‘હત્યા ન કર’, અને ‘જે કોઈ હત્યા કરે તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે,’ એમ પહેલાંના સમયનાં લોકોએ કહ્યું હતું, તે તમે સાંભળ્યું છે. 22 પણ હવે હું તમને કહું છું કે, જે કોઈ પોતાના ભાઈ પર કારણ વગર ક્રોધ કરે છે, તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે; જે પોતાના ભાઈને ‘બેવકૂફ’ કહેશે, તે ન્યાયસભામાં અપરાધી ઠરવાના જોખમમાં આવશે; જે તેને કહેશે કે ‘તું મૂર્ખ છે’, તે નરકાગ્નિના જોખમમાં આવશે.

    27 ‘વ્યભિચાર ન કરો’, એમ કહ્યું હતું, તે તમે સાંભળ્યું છે. 28 પણ હું તમને કહું છું કે, સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની સાથે વ્યભિચાર કર્યો છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.