Pular para o conteúdo
Publicidade

માથ્થી 5:22,29,30

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

22 પરંતુ હું તમને કહું છું કે, જે કોઈ પોતાના ભાઈ કે બહેન પર ક્રોધ કરશે, તે ન્યાયને પાત્ર થશે. ફરીથી જો કોઈ ભાઈ તથા બહેનને પાજી કહે છે તે કોટઁનો જવાબદાર છે, અને ‘જે કોઈ કહે તું મૂઁખ છે!’ તે નરકાગ્નિના જોખમમાં આવશે.

29 જો તમારી જમણી આંખ તમને ઠોકર ખવડાવે, તો તેને કાઢીને દૂર ફેંકી દો. તમારું આખું શરીર નરકમાં નંખાવવા કરતાં શરીરનું એક અંગ ગુમાવવું તમારે માટે વધારે સારું છે. 30 અને જો તમારો જમણો હાથ તમને ઠોકર ખવડાવે તો, તેને કાપીને દૂર ફેંકી દો. તમારું આખું શરીર નરકમાં નંખાય એના કરતાં શરીરનું એક અંગ ગુમાવવું તમારે માટે વધારે સારું છે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    22 પણ હવે હું તમને કહું છું કે, જે કોઈ પોતાના ભાઈ પર કારણ વગર ક્રોધ કરે છે, તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે; જે પોતાના ભાઈને ‘બેવકૂફ’ કહેશે, તે ન્યાયસભામાં અપરાધી ઠરવાના જોખમમાં આવશે; જે તેને કહેશે કે ‘તું મૂર્ખ છે’, તે નરકાગ્નિના જોખમમાં આવશે.

    29 જો તારી જમણી આંખ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે, કેમ કે તારા અંગોમાંના એકનો નાશ થાય, અને તારું આખું શરીર નર્કમાં ન નંખાય, એ તને ગુણકારક છે. 30 જો તારો જમણો હાથ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે, કેમ કે તારા અંગોમાંના એકનો નાશ થાય, અને તારું આખું શરીર નર્કમાં ન નંખાય, એ તને ગુણકારક છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.