આંખને બદલે આંખ
38 "જે કહેવામાં આવ્યું હતું એ તમે સાંભળ્યું છે કે: ‘આંખને બદલે આંખ, ને દાંત ને બદલે દાંત.’ 39 પણ હું તમને કહું છું કે દુષ્ટ વ્યકિતની સામો ન થા, જો કોઈ, તમારાં જમણા ગાલ પર તમાચો મારે, તો તેની આગળ બીજો ગાલ પણ ધરો. 40 જે કોઈ તમારું શટઁ છીનવી લેવાં માટે દાવો કરે તો તેને તમારો કોટ પણ આપી દો. 41 જો કોઈ તમને બળજબરીથી એક કિલોમીટર લઈ જાય, તેની સાથે બે કિલોમીટર સુધી જાઓ. 42 જેઓ, તમારી પાસે માગે તેમને આપો, અને જો કોઈ તારી પાસે ઉછીનું લેવાં આવે, તેમનાથી ન ફરો.