Pular para o conteúdo
Publicidade

માથ્થી 6:11,25,26,28,34

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

11 આજે અમને અમારી રોજની રોટલી આપો.

ચિંતા ન કરવી

25 "તેથી હું તમને કહું છું કે તમારા જીવન વિષે ચિંતા ન કરો; તમે શું ખાશો ને પીશો; અથવા તમારા શરીર વિષે, તમે શું પહેરશો. શું ખોરાક કરતાં જીવન અને વસ્ત્રો કરતાં શરીર વધારે અધિક નથી? 26 આકાશના પક્ષીઓને જુઓ; તેઓ વાવતા નથી કે, લણતા નથી ને કોઠારોમાં ભરતા નથી, અને છતાં સ્વર્ગમાંના તમારાં ઈશ્વર પિતા તેમને ખવડાવે છે. શું તમે તેમના કરતા અધિક મૂલ્યવાન નથી?

28 "અને તમારાંં વસ્ત્રો વિષે શા માટે ચિંતા કરો છો? જુઓ ખેતરમાંના ફૂલો કેવાં વધે છે. તેઓ શ્રમ કરતાં નથી કે કાંતતા નથી. 34 તે માટે આવતીકાલ વિષે ચિંતા ન કરો. આવતીકાલ પોતાના વિષે ચિંતા કરશે. દરેક દિવસની પોતાની પૂરતી મુશ્કેલી હોય છે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    11 દિવસની અમારી રોટલી આજ અમને આપો.

    25 એ માટે હું તમને કહું છું કે તમારા જીવને સારુ ચિંતા ન કરો કે, અમે શું ખાઈશું અથવા શું પીશું; તેમ જ તમારા શરીરને માટે ચિંતા ન કરો કે, અમે શું પહેરીશું? શું જીવ ખોરાક કરતાં અને શરીર વસ્ત્રો કરતાં અધિક નથી? 26 આકાશના પક્ષીઓને જુઓ! તેઓ તો વાવતાં નથી, કાપતાં નથી અને વખારોમાં ભરતાં નથી, તોપણ તમારા સ્વર્ગીય પિતા તેઓનું પોષણ કરે છે. તો તેઓ કરતાં તમે અધિક મૂલ્યવાન નથી શું?

    28 વળી વસ્ત્રો સંબંધી તમે ચિંતા કેમ કરો છો? ખેતરનાં ફૂલઝાડોનો વિચાર કરો કે, તેઓ કેવાં વધે છે; તેઓ મહેનત કરતા નથી અને કાંતતાં પણ નથી.

    34 તે માટે આવતી કાલને સારુ ચિંતા ન કરો, કેમ કે આવતી કાલ પોતાની વાતોની ચિંતા કરશે. દિવસને સારુ તે દિવસનું દુઃખ બસ છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.