Pular para o conteúdo
Publicidade

માથ્થી 6:25,26,31-34

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

ચિંતા ન કરવી

25 "તેથી હું તમને કહું છું કે તમારા જીવન વિષે ચિંતા ન કરો; તમે શું ખાશો ને પીશો; અથવા તમારા શરીર વિષે, તમે શું પહેરશો. શું ખોરાક કરતાં જીવન અને વસ્ત્રો કરતાં શરીર વધારે અધિક નથી? 26 આકાશના પક્ષીઓને જુઓ; તેઓ વાવતા નથી કે, લણતા નથી ને કોઠારોમાં ભરતા નથી, અને છતાં સ્વર્ગમાંના તમારાં ઈશ્વર પિતા તેમને ખવડાવે છે. શું તમે તેમના કરતા અધિક મૂલ્યવાન નથી?

31 માટે એમ કહેતા ચિંતા ન કરો. અમે શું ખાઈશું, કે અમે શું પીશું, કે અમે શું પહેરીશું 32 કેમકે જગતના વિદેશીઓ આ બધી બાબતો પાછળ દોડે છે. અને સ્વર્ગમાંના તમારાં પિતા જાણે છે કે આ બધાની તમારે જરૂર છે. 33 પણ પ્રથમ તમે તેના રાજ્યને અને તેના ન્યાયીપણાને શોધો, અને આ બધા વાનાં પણ અપાશે. 34 તે માટે આવતીકાલ વિષે ચિંતા ન કરો. આવતીકાલ પોતાના વિષે ચિંતા કરશે. દરેક દિવસની પોતાની પૂરતી મુશ્કેલી હોય છે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    25 એ માટે હું તમને કહું છું કે તમારા જીવને સારુ ચિંતા ન કરો કે, અમે શું ખાઈશું અથવા શું પીશું; તેમ જ તમારા શરીરને માટે ચિંતા ન કરો કે, અમે શું પહેરીશું? શું જીવ ખોરાક કરતાં અને શરીર વસ્ત્રો કરતાં અધિક નથી? 26 આકાશના પક્ષીઓને જુઓ! તેઓ તો વાવતાં નથી, કાપતાં નથી અને વખારોમાં ભરતાં નથી, તોપણ તમારા સ્વર્ગીય પિતા તેઓનું પોષણ કરે છે. તો તેઓ કરતાં તમે અધિક મૂલ્યવાન નથી શું?

    31 માટે ‘અમે શું ખાઈશું?’, ‘શું પીશું?’ અથવા ‘શું પહેરીશું?’ એમ કહેતાં ચિંતા ન કરો.

    32 કારણ કે એ સઘળાં વાનાં અવિશ્વાસીઓ શોધે છે; કેમ કે સ્વર્ગમાંના તમારા પિતા જાણે છે કે એ બધાની તમને જરૂર છે. 33 પણ તમે પ્રથમ તેમના રાજ્યને તથા તેમના ન્યાયીપણાને શોધો અને એ બધાં વાનાં પણ તમને અપાશે. 34 તે માટે આવતી કાલને સારુ ચિંતા ન કરો, કેમ કે આવતી કાલ પોતાની વાતોની ચિંતા કરશે. દિવસને સારુ તે દિવસનું દુઃખ બસ છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.