Pular para o conteúdo
Publicidade

માથ્થી 6:25-27

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

ચિંતા ન કરવી

25 "તેથી હું તમને કહું છું કે તમારા જીવન વિષે ચિંતા ન કરો; તમે શું ખાશો ને પીશો; અથવા તમારા શરીર વિષે, તમે શું પહેરશો. શું ખોરાક કરતાં જીવન અને વસ્ત્રો કરતાં શરીર વધારે અધિક નથી? 26 આકાશના પક્ષીઓને જુઓ; તેઓ વાવતા નથી કે, લણતા નથી ને કોઠારોમાં ભરતા નથી, અને છતાં સ્વર્ગમાંના તમારાં ઈશ્વર પિતા તેમને ખવડાવે છે. શું તમે તેમના કરતા અધિક મૂલ્યવાન નથી? 27 શું તમારામાંથી કોઈ ચિંતા કરીને તમારા જીવનમાં એક કલાકનો ઉમેરો કરી શકે છે?

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    25 એ માટે હું તમને કહું છું કે તમારા જીવને સારુ ચિંતા ન કરો કે, અમે શું ખાઈશું અથવા શું પીશું; તેમ જ તમારા શરીરને માટે ચિંતા ન કરો કે, અમે શું પહેરીશું? શું જીવ ખોરાક કરતાં અને શરીર વસ્ત્રો કરતાં અધિક નથી? 26 આકાશના પક્ષીઓને જુઓ! તેઓ તો વાવતાં નથી, કાપતાં નથી અને વખારોમાં ભરતાં નથી, તોપણ તમારા સ્વર્ગીય પિતા તેઓનું પોષણ કરે છે. તો તેઓ કરતાં તમે અધિક મૂલ્યવાન નથી શું?

    27 ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના જીવનકાળમાં એકાદ પળનો વધારો કરી શકે છે?

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.