Pular para o conteúdo
Publicidade

માથ્થી 6:25-34

ચિંતા ન કરવી

25 "તેથી હું તમને કહું છું કે તમારા જીવન વિષે ચિંતા ન કરો; તમે શું ખાશો ને પીશો; અથવા તમારા શરીર વિષે, તમે શું પહેરશો. શું ખોરાક કરતાં જીવન અને વસ્ત્રો કરતાં શરીર વધારે અધિક નથી? 26 આકાશના પક્ષીઓને જુઓ; તેઓ વાવતા નથી કે, લણતા નથી ને કોઠારોમાં ભરતા નથી, અને છતાં સ્વર્ગમાંના તમારાં ઈશ્વર પિતા તેમને ખવડાવે છે. શું તમે તેમના કરતા અધિક મૂલ્યવાન નથી? 27 શું તમારામાંથી કોઈ ચિંતા કરીને તમારા જીવનમાં એક કલાકનો ઉમેરો કરી શકે છે?

28 "અને તમારાંં વસ્ત્રો વિષે શા માટે ચિંતા કરો છો? જુઓ ખેતરમાંના ફૂલો કેવાં વધે છે. તેઓ શ્રમ કરતાં નથી કે કાંતતા નથી. 29 તોપણ હું તમને કહું છું કે સોલોમોન પણ તેના સઘળા મહિમામાં તેઓમાંના એકના જેઓ પહેરેલો ન હતો. 30 જો ખેતરમાનાં ઘાસને ઈશ્વર એવું પહેરાવે છે જે આજે છે અને આવતીકાલે અગ્નિમાં નંખાશે, શું તમને તેથી વિશેષ નહિ પહેરાવે? ઓ અલ્પવિશ્વાસી? 31 માટે એમ કહેતા ચિંતા ન કરો. અમે શું ખાઈશું, કે અમે શું પીશું, કે અમે શું પહેરીશું 32 કેમકે જગતના વિદેશીઓ આ બધી બાબતો પાછળ દોડે છે. અને સ્વર્ગમાંના તમારાં પિતા જાણે છે કે આ બધાની તમારે જરૂર છે. 33 પણ પ્રથમ તમે તેના રાજ્યને અને તેના ન્યાયીપણાને શોધો, અને આ બધા વાનાં પણ અપાશે. 34 તે માટે આવતીકાલ વિષે ચિંતા ન કરો. આવતીકાલ પોતાના વિષે ચિંતા કરશે. દરેક દિવસની પોતાની પૂરતી મુશ્કેલી હોય છે.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.